શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ કંપની ભારતમાં ઓક્સફોર્ડ રસીના 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે, 4 કરોડ ડોઝ તૈયાર
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO આદર પૂનાવાલાનું કહેવું છે કે, અંતિમ તબક્કાના ટ્રાયલના આંકડાથી ખબર પડે છે કે એસ્ટ્રાજેનેકા રસીથી લોકોને વાયરસથી પ્રભાવી સુરક્ષા મળે છે.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના કેસ વધીને 88 લાખના આંકડાને પાર કરી ગયા છે. જ્યારે 81 લાખથી વધારે કોરોના કેસ ઠીક થઈ ગયા છે. દેશમાં કોરોનાની સારવાર માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઓક્સફોર્ડ રસી પર કામ કરી રહી છે. વિશ્વની સૌથી મોટી રસી નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ સમગ્ર ભારતમાં ડિસેમ્બર સુધીમાં 10 કરોડ ડોઝ તૈયાર કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO આદર પૂનાવાલાનું કહેવું છે કે, અંતિમ તબક્કાના ટ્રાયલના આંકડાથી ખબર પડે છે કે એસ્ટ્રાજેનેકા રસીથી લોકોને વાયરસથી પ્રભાવી સુરક્ષા મળે છે, તો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઓછામાં ઓછા એક બિલન ડોઝના પ્રોડક્શન માટે ભાગીદારી છે. જેને ડિસેમ્બર સુધી નવી દિલ્હીથી ઇમરજન્સી મંજૂરી મેળવી શેક છે.
આદર પૂનાવાલાએ કહ્યું કે, ‘અમે થોડા ચિંતિનત હતા કે આ એક મોટું જોખમ હતું. પરંતુ એસ્ટ્રાજેનેકા અને નોવાવેક્સના ડોઝ બન્ને ઘણાં સારા લાગી રહ્યા છે.‘ તેની સાથે જ પૂનાવાલાએ કહ્યું કે, 2024 સુધી સમગ્ર વિશ્વમાં તમામને કોરોના રસી આપી દેવામાં આવશે. જ્યારે આવનારા બે વર્ષમાં કોરોના કેસની સંખ્યામાં વાસ્તવિક રીતે ઘટાડો જોવા મળી શકે છે.
જણાવીએ કે, ભારતમાં દરરોજ અંદાજે 50 હજાર કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. સારી વાત એ છે કે અંદાજે આટલા જ લોકો કોરોનાથી સાજા થઈ રહ્યા છે. ભારતમાં કોરોના કુલ કેસ વધીને 87 લાખ 28 હજાર થઈ ગાય છે, જ્યારે અત્યાર સુધી એક લાખ 28 હજાર 668 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કુલ એક્ટિવ કેસ ઘટીને પાંચ લાખથી પણ ઓછા રહ્યા છે. વિતેલા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 4747નો ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 81.15 લાખ લોકો સાજા થયા છે. વિતેલા 24 કલાકમાં 49,079 દર્દી સાજા થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion