શોધખોળ કરો

Cow Hug Day: હિન્દી રાષ્ટ્રવાદીએ ‘Guy’ ને બદલે ‘Gaay’ સાંભળ્યું, કાઉ હગ ડે પરત લેવા પર શશિ થરુરે માર્યો ટોણો

Shashi Tharoor On Cow Hug Day:  શનિવારે (11 ફેબ્રુઆરી), કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કાઉ હગ ડે માટેની અપીલ પાછી ખેંચવા બદલ કેન્દ્ર સરકાર અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા પર કટાક્ષ કર્યો છે.

કોંગ્રેસના નેતા શશિ થરૂરે ટ્વીટ કર્યું, "હું માનું છું કે વેલેન્ટાઈન ડે પર લોકોને તેમના જીવનસાથી (Guy) ને ગળે લગાવા દો, પરંતુ હિન્દી રાષ્ટ્રવાદીઓએ છેલ્લા બ્દ ‘Guy’ ને ‘Gaay’  સાંભળી બેઠા. તેમણે પ્રશ્ન કર્યો કે શું સરકારે પોતાના ખર્ચે શરુ કરેલા જોક્સથી ડરી ગઈ હતી કે પછી તે કાયરતા હતી? એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ નોટિસ પાછી ખેંચી હતી જેમાં તેણે લોકોને 14 ફેબ્રુઆરીએ 'કાઉ હગ ડે' ઉજવવાની અપીલ કરી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે ગાયને ગળે લગાડવાથી ભાવનાત્મક સમૃદ્ધ થશે અને સામૂહિક સુખમાં વધારો થશે.

શું છે મામલો?

એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ લોકોને વેલેન્ટાઈન ડેને 'કાઉ હગ ડે' તરીકે ઉજવવા વિનંતી કરતી નોટિસ જારી કરી હતી, પરંતુ હવે તેને પાછી ખેંચી લેવામાં આવી છે. ઘણા લોકો મીમ્સ બનાવીને તેની મજાક ઉડાવી રહ્યા છે.

કોનો વિચાર છે?

કૉંગ્રેસના નેતા જયરામ રમેશે પણ શુક્રવારે (10 ફેબ્રુઆરી) કાઉ હગ ડેની અપીલ પાછી ખેંચી લેવાયા બાદ કટાક્ષ કર્યો હતો કે આ કોના મગજની ઉપજ છે. તેણે ટ્વીટ કર્યું, "સૌથી પહેલા એ જણાવો કે આ વિચાર કોનો હતો?"

14 ફેબ્રુઆરીએ Cow Hug Day ઉજવવાની કરી હતી અપીલ

ભારતીય પશુ કલ્યાણ બોર્ડ (AWBI) એ 14 ફેબ્રુઆરીના રોજ ' Cow Hug Day ' ઉજવવા દેશવાસીઓને અપીલ કરી છે. 'વેલેન્ટાઈન ડે' સમગ્ર વિશ્વમાં 14 ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવે છે. ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિર્દેશ હેઠળ પશુ કલ્યાણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી અપીલમાં કહેવામાં આવ્યું છે કે, “આપણે બધા જાણીએ છીએ કે ગાય એ ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, જે આપણા જીવન અને પશુધનને ટકાવી રાખે છે. અને જૈવવિવિધતાને રજૂ કરવામાં આવે છે. માનવતાને સર્વસ્વ આપનાર માતાના કારણે તેને કામધેનુ અને ગૌમાતા તરીકે ઓળખવામાં આવે છે.

વધુમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમી સંસ્કૃતિની પ્રગતિને કારણે આપણા સમયમાં વૈદિક પરંપરાઓ લગભગ લુપ્ત થવાના આરે છે. પશ્ચિમી સંસ્કૃતિની ઝગઝગાટથી આપણી ભૌતિક સંસ્કૃતિ અને વારસો વિસરાઈ ગયો છે. ગાયના અપાર ફાયદાઓને જોતાં, ગાયને ગળે લગાડવાથી ભાવનાત્મક સમૃદ્ધિ આવશે, વ્યક્તિગત અને સામૂહિક સુખમાં વધારો થશે. તેથી, ગૌમાતાના મહત્વને ધ્યાનમાં રાખીને તમામ ગૌપ્રેમીઓ પણ 14 ફેબ્રુઆરીને Cow Hug Day  તરીકે ઉજવી શકે છે અને જીવનને ખુશહાલ અને હકારાત્મક ઊર્જાથી ભરપૂર બનાવી શકે છે. અપીલ પત્રના અંતે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે સક્ષમ અધિકારીની મંજૂરીથી અને પશુપાલન અને ડેરી વિભાગ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયની સૂચનાથી જાહેર કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Embed widget