News: દક્ષિણના આ રાજ્યોમાં સરકાર વેન્ટિલેટર પર, જલદી પડી જશે, બીજેપી નેતાએ આપ્યુ મોટુ નિવેદન
દમ્મઇગુડામાં એક કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરતાં બંદી સંજય કુમારે કહ્યું હતુ કે, રાજ્ય સરકાર વેન્ટિલેટર પર છે અને જલદી પડી જશે.
Telangana: દેશમાં અનેક રાજ્યોમાં બીજેપીની સરકાર છે, અને જે રાજ્યોમાં નથી તે રાજ્યોમાં સરકાર બનાવવા માટે બીજેપી કવાયત કરી રહી હોવાનો આરોપ વિપક્ષ સતત લગાવી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે બીજેપીના મોટા નેતાએ એક ખાસ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. બીજેપી તેલંગાણાના અધ્યક્ષ અને સાંસદ બંદી સંજય કુમારે (Bandi Sanjay Kumar) દમ્મઇગુડામાં જનતાને સંબંધોત કરતી વખતે કહ્યું કે, તેલંગાણામાં રાજ્ય સરકાર વેન્ટિલેટર પર છે અને જલદી પડી જશે.
દમ્મઇગુડામાં એક કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરતાં બંદી સંજય કુમારે કહ્યું હતુ કે, રાજ્ય સરકાર વેન્ટિલેટર પર છે અને જલદી પડી જશે. બંદી સંજય કુમાર ડચલ મત વિસ્તારમાં પદયાત્રા માટે નીકળ્યા હતા. ત્યાં જનતાને સંબોધિત કરી રહ્યાં હતા. તે દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ (કેસીઆર)ના નેતૃત્વવાળી તેલંગાણા સરકાર પર હુમલો કર્યો હતો.
બંદી સંજય કુમારે કહ્યું કે ટીઆરઆર સરકાર "વેન્ટિલેટર" પર છે, અને જલદી પડી જશે, તેમને જવાહર નિગમમાં ડમ્પિંગ યાર્ડ (Dumping Yard) મુદ્દાનો ઉલ્લેખ કરતા આ નિવેદન આપ્યુ. તેમને કહ્યું કે, ડમ્પિંગ યાર્ડની સમસ્યા લોકોના સ્વાસ્થ્યને અસર કરી રહી છે, અને આ પરેશાનીના સમાધાનની જવાબદારી બીજેપી લેશે. બંદી સંજય કુમાર આગળ બોલ્યા કે જો સીએમને અહીંના લોકો માટે સન્માન હોય તો તે ખુદ આની જવાબદારી લેતા. તેમને અહીં આવવુ જોઇએ અને આ મામલાનુ સમાધાન કરવુ જોઇએ.
સીએમની દીકરીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- મોદી હૈ તો મુશ્કિલ હૈ
Telangna Election: તેલંગાણામાં વર્ષ 2023માં ચૂંટણી યોજાવાની છે પરંતુ મે 2022માં જ ચૂંટણીની હલચલ તેજ થઈ ગઈ છે. આ કડીમાં સત્તાધારી પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) આ સમયે બીજેપી પર શાબ્દિક હુમલા કરી રહી છે. સીએમ કેસી રાવની દીકરી એમએલસી કે. કવિતાએ પ્રધાનમંત્રી મોદી પર જોરદાર હુમલો કર્યો છે.
કવિતાએ દેશમાં વધતી મોંઘવારી પર નિશાન સાધતા કહ્યું કે, મોદી હૈ તો મુશ્કિલ હૈ. તેમણે કહ્યું કે, આજે જીડીપી પાતાળમાં છે, મોંઘવારી આસમાને છે. પેટ્રોલ,ડીઝલ, ગેસ સિલિન્ડરના ભાવ આસમાને છે અને સામાન્ય લોકોની આવક પાતાળમાં છે. તેથી હું કહું છુ કે મોદી છે તો મુશ્કેલી છે.
કે. ચંદ્રશેખરે બીજેપી પર તાક્યું નિશાન
તો બીજી તરફ ટીઆરએસા પ્રમુખ અને તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવે બુધવારે દેશને રાજનીતિક મોરચે કે રાજનીતિક પૂનર્ગઠનની નહીં પરંતુ વૈકલ્પિક એજન્ડાની જરૂરિયાત બતાવી બતાવી હતી. તેમણે નવી રાજનીતિક તાકાતના ઉદયનું આહવાન કર્યું હતું જેમાં તેમની પાર્ટી દેશના વિકાસ માટે મહત્વની ભૂમિકા નિભાવી શકે. સીએમ રાવે બીજેપી પર પરોક્ષ હુમલો કરતા કહ્યું, દેશ દિલ્હી અને કર્ણાટકમાં બનેલી તાજેતરની સાંપ્રદાયિક ઘટનાઓને જોઈ રહ્યો છે, જ્યારે ધર્મ સિવાય વિકાસ અને લોકોના કલ્ણાય માટે જોર આપવું જોઈએ.