અમેરિકાના પ્રવાસે ગયેલા PM મોદીની આ ઈચ્છા રહી ગઈ અધૂરી, કહ્યું- કાશ! મારામાં આ પ્રતિભા..
વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જિલ બાયડનના આમંત્રણ પર 21 થી 24 જૂન સુધી યુએસની સરકારી મુલાકાતે છે.
PM Modi US Visit: અમેરિકાના વ્હાઇટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આયોજિત સ્ટેટ ડિનરમાં રાષ્ટ્રપતિ જો બાયડન અને તેમની પત્ની જીલ બાયડન સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ અદ્ભુત આતિથ્ય સત્કાર માટે અમેરિકાના લોકો અને રાષ્ટ્રપતિ જો બાયડનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
पिछले 10 वर्षों में छोटे-छोटे कदम बड़ी प्रगति में बदल गए हैं। आज हमारे देशों के बीच साझेदारी पहले से कहीं अधिक मजबूत है: अमेरिकी राष्ट्रपति जो बाइडेन pic.twitter.com/3AVx3ZCRfm
— ANI_HindiNews (@AHindinews) June 22, 2023
અમેરિકાના પ્રવાસે ગયેલા PM મોદીની આ ઈચ્છા રહી ગઈ અધૂરી
અમેરિકાના વ્હાઇટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આયોજિત સ્ટેટ ડિનરમાં રાષ્ટ્રપતિ જો બાયડન અને તેમની પત્ની જીલ બાયડન સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ અદ્ભુત આતિથ્ય સત્કાર માટે અમેરિકાના લોકો અને રાષ્ટ્રપતિ જો બાયડનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે આજે આ શાનદાર રાત્રિભોજનનું આયોજન કરવા બદલ હું રાષ્ટ્રપતિ જો બાયડનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારી મુલાકાતને સફળ બનાવવા માટે તેમણે જે વ્યક્તિગત ધ્યાન આપ્યું તેના માટે હું ખાસ કરીને ડૉ. જીલ બાયડનનો આભારી છું. આજના ભવ્ય કાર્યક્રમ માટે હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
આ દરમિયાન પીએમ મોદીએ પોતાની વાત ખૂબ જ સરળ રાખી હતી. તેમણે કહ્યું, "અમેરિકાના લોકોએ મારા માટે તેમના ઘરના દરવાજા ખોલી દીધા છે, ખાસ મહેમાન તરીકે મારું સ્વાગત કર્યું છે. આ માટે હું ઊંડા હૃદયથી તમારો આભાર માનું છું. મેં જોયું છે કે ઘણી વખત તમારા મહેમાનો તમારી આતિથ્યથી મંત્રમુગ્ધ થયા છે. મારામાં પણ એ ટેલેન્ટ હોત તો હું તમારા માટે ગીત ગાઈ શકતો હતો. પરંતુ હું આવું નહી કરી શકું કેમ કે મારામાં એ ટેલેન્ટ નથી. પીએમ મોદીની આ વાત સાંભળીને સ્ટેટ ડિનરમાં હાજર તમામ લોકો હસવા લાગ્યા અને સમગ્ર વાતાવરણ ખૂબ જ ખુશનુમા બની ગયું.
#WATCH मैं भारत अमेरिका संबंधों के बारे में और अधिक नहीं बोलना चाहता। जब आपने 2014 में मेरे लिए बैंक्वेट रखा था उस दौरान संयोग से मेरा 9 दिन का नवरात्र का व्रत था, तब आप मुझ से बार-बार पूछ रहे थे कि क्या आप कुछ भी नहीं खाएंगे? इसे लेकर आप बेहद परेशान भी थे। मुझे लगता है उस समय… pic.twitter.com/yQW49yNw2A
— ANI_HindiNews (@AHindinews) June 23, 2023
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું ભારત-અમેરિકા સંબંધો વિશે વધુ બોલવા માંગતો નથી. જ્યારે તમે 2014માં મારા માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું, સંયોગથી તે મારો 9 દિવસનો નવરાત્રિ ઉપવાસ હતો, ત્યારે તમે મને વારંવાર પૂછ્યું હતું કે શું તમે કંઈ પણ નહી ખાઓ? જેને લઈને તમે ખૂબ જ પરેશાન હતા. મને લાગે છે કે તે સમયે મને પ્રેમથી ખવડાવવાની તમારી ઈચ્છા આજે પૂરી થઈ રહી છે."