ટ્રાંસજેંડર એક્ટિવિસ્ટ લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ લીધી કોરોનાની રસી, અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને કહી આ વાત
અદાર પૂનાવાલાએ લખ્યું હું ભારતમાં ટ્રાંસજેંડર સમુદાયને સમાન અવસર આપવા માટે લક્ષ્મી નારાયણ ત્રિપાઠી (ટ્રાંસજેંડર એક્ટિવિસ્ટ) સાથે સહયોગ કરવા માટે ઉત્સુક છું.
નવી દિલ્હીઃ ટ્રાંસજેન્ડર એક્ટિવિસ્ટ લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે. આ દરમિયાન સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલા પણ હાજર હતા. પૂનાવાલાએ લક્ષ્મી નારાયણ ત્રિપાઠીનો વેક્સિન લેતો ફોટો ટ્વીટ કર્યો છે. તેની સાથે લખ્યું કે, મારું માનવું છે કે સ્વાસ્થ્ય દેખભાળ લોકોનો મૌલિક અધિકાર હોવો જોઈએ.
અદાર પૂનાવાલાએ લખ્યું, મારું હંમેશાથી માનવું છે કે સ્વાસ્થ્ય દેખભાળને મૌલિક માનવાધિકારમાં સામેલ કરવો જોઈએ. હું ભારતમાં ટ્રાંસજેંડર સમુદાયને સમાન અવસર આપવા માટે લક્ષ્મી નારાયણ ત્રિપાઠી (ટ્રાંસજેંડર એક્ટિવિસ્ટ) સાથે સહયોગ કરવા માટે ઉત્સુક છું.
I've always believed that healthcare and dignity should be fundamental human rights. I look forward to collaborating with Laxmi Narayan Tripathi (transgender activist) in providing equal opportunities to the transgender community in India, tweets SII CEO Adar Poonawalla pic.twitter.com/i28BolfNRY
— ANI (@ANI) July 12, 2021
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 15મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 37,154 નવા કેસ નોંધાયા હતા અને 39649 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી, જ્યારે 724 લોકોના મોત થયા હતા. દેશનો રિકવરી રેટ વધીને 97.22 ટકા પર પહોંચ્યો છે. ગઈકાલે 14 લાખ 32 હજાર 343 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 37,73,52,501 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે 12,35,287 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 8 લાખ 32 હજાર 870
- કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 14 હજાર 713
- કુલ એક્ટિવ કેસ - 4 લાખ 50 હજાર 899
- કુલ મોત - 4 લાખ 8 હજાર 764
.કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસનો દર ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળો પર લોકોની ભીડથી ફરી કેસો વધી શકે છે
હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળોએ લોકોના ટોળા દેખાતા પણ સરકારે ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ શકે છે. સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશમાં હજુ પણ કોરોનાની બીજી લહેર પુરી નથી થઇ, એવામાં માસ્ક ન પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવું જોખમકારક સાબીત થઇ શકે છે. કોઇ પણ પ્રકારની બેદરકારીથી કોરોના વાઇરસ ફેલાવવાનું જોખમ વધી શકે છે. કેટલાક દેશોમાં બેદરકારી બાદ કોરોનાના કેસો વધ્યા હતા. જેમ કે બ્રિટનમાં યૂરો2020 ફૂટબોલ મેચ બાદ કોરોનાના કેસો વધી ગયા હતા. તેવી જ રીતે બાંગ્લાદેશમાં પણ બીજી લહેર બાદ ત્રીજી લહેર આવી અને આ દરમિયાન કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેને પગલે બાંગ્લાદેશે પુરા દેશમાં લોકડાઉન લાગુ કરવું પડયું હતું.