શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ કારમાં આગ લાગતાં એક જ પરિવારના 3 લોકો બળીને ખાખ, અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યો હતો પરિવાર
વડનગરના કરહબટીયા ગામનો પરિવાર અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો, ત્યારે ખેરાલુ પાસે કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગ્યા બાદ લોક થઈ જતા અંદર બેસેલા લોકો ફસાઇ ગયા હતા.
મહેસાણાઃ અંબાજથી દર્શન કરી ઘરે પરત ફરી રહેલા પરિવારને આજે વહેલી સવારે ખેરાલુ પાસે અકસ્માત નડ્યો હતો. કારમાં અનાચક આગ લાગતા પરિવારના 3 લોકો બળીને ભડથું થઈ ગયા હતા. કારને સેન્ટ્રલ લોક લાગી જતા આ દુર્ઘટના સર્જાઇ હતી. કારમાં આગ લાગવાની લોકોને જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ પછી ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. કારમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મળતી વિગતો પ્રમાણે મૂળ વડનગરના કરહબટીયા ગામનો પરિવાર અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો, ત્યારે ખેરાલુ પાસે કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગ્યા બાદ લોક થઈ જતા અંદર બેસેલા લોકો ફસાઇ ગયા હતા. આ દુર્ઘટનમાં કાર ચાલક રાકેશભાઈ રણછોડભાઈ અને પત્ની વર્ષાબેન રાકેશભાઈ હાલ મેહેસાણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે .જ્યારે તેમની બે દીકરીઓ હેની(ઉ.વ. 16), અસ્તા(ઉં.વ.10) અને તેમની માતા અંબાબેન રણછોડભાઈ (ઉં.વ. ૭૦)ના મોત થયા છે. ખેરાલુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement