શ્વાનનો આતંક: સુરતમાં ફરી એકવાર 2 બાળકી પર શ્વાનનો હુમલો, રોજના સરેરાશ 40 લોકો બને છે ભોગ
સુરતમાં દિવસને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. રખડતાં ઢોરની સાથે હવે રસ્તે રખડતા શ્વાનના કારણે લોકો પરેશાન છે.
Surat News: સુરતમાં દિવસને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. રખડતાં ઢોરની સાથે હવે રસ્તે રખડતા શ્વાનના કારણે લોકો પરેશાન છે. ફરી એકવાર બે માસૂમ બાળકી પર શ્વાનને હુમલો કરો, બંનેને ઇજા પહોંચી છે.
સુરતમાં ફરી એક શ્વાન અટેકની ઘટના સામે આવી છે. અહીં 2 બાળકી પર શ્વાન તૂટી પડતાં બંને બાળકી ગંભીર રીતે ઘવાઇ છે. આ પહેલા પણ શ્વાને એક બાળકીનું જીવ લીધો હતો.સુરતના ખજોદમાં 2 વ ર્ષની બાળકીને માથાના ભાગમાં શ્વાન 50 બચકા ભરી જતાં સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું. ફરી એકવાર શહેરના ભેસ્તાન વિસ્તારમાં શ્વાનના હુમલાની ઘટના બની છે. અહી ભેસ્તાન વિસ્તારમાં ઘરની બહાર બંને બાળકીઓ રમી રહી હતી આ દરમિયાન બંને બાળકીઓ પણ શ્વાને હુમલો કર્યો અને ગાલ અને પગમાં બચકા ભરી લેતા માસૂમના શરીરમાં અનેક જગ્યાએ ઇજા પહોંચી છે. શ્વાનનથી બાળકીના મોતના આંસુ હજુ સૂકાયા નથી ત્યાં ફરી બંને બાળકી પર હુમલો થતાં તંત્ર સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. આવી ઘટનાથી શહેરજનો ચિંતિત છે.
સુરતમાં મોટી સંખ્યામાં ડોગ બાઇટના કેસ બની રહ્યાં છે. જેના પગલે હોસ્પિટલમાં પણ અલાયદો એક વોર્ડ ડોગ બાઇટના દર્દી માટે ઉભો કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં શ્વાનનો આતંક એટલો છે કે સરેરાશ લગભગ રોજના 40 કેસ અહીં ડોગ બાઇટના નોંધાયા છે.
Surat News: સુરતમાં શ્વાનનો આતંક છે. શહેરમાં ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને શ્વાને 40 જેટલા બચકાં ભર્યા હતા. જે બાદ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ખજોદ ખાતે ડાયમંડ બુર્સમાં આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની બે વર્ષીયની પુત્રીને રવિવારે સવારે ત્રણ-ચાર શ્વાને બચકાં ભરતા સારવાર માટે નવી સિવિલમાં કિડની બિલ્ડીંગમાં લાવ્યા હતા. જોકે બાળકીને 30 થી 40 જેટલા ભાગે બચકા ભર્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ. જેથી તે બાળકીને જે ભાગે બચકાથી ધા પડયા હતા. જેથી તે ઘાને અનુલક્ષીને ધાની નજીકમાં ૩૦ જેટલી વખત હડકવા વિરોધી રસી જરૂરીયાત પ્રમાણે આપવામાં આવી હતી. એવુ સિવિલના ડોકટરે કહ્યુ હતું.
સુરતમાં 2022માં 16 હજારથી વધુ લોકોને કૂતરાએ બચકાં ભર્યા
સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જોકે ગત વર્ષ 2022માં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ 1653 વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જયારે જેટલા ભાગે બચકા ભરવાથી ઘા પડતા હોય એટલા ભાગે ઘાને અનુલક્ષીને નવી સિવિલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે.