SURAT : સુરતીઓ માટે સારા સામાચાર, દેશની પ્રીમિયમ એરલાઇન્સ એર વિસ્તારાને સુરત કનેક્ટિવિટી મળી
Air Vistara in Surat : ટૂંક સમયમાં જ સુરત એરપોર્ટથી વિમાનયાત્રીઓને એર વિસ્તારાની સેવાનો લાભ મળશે.
SURAT : સુરતીઓ માટે એક વધુ સારા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. સુરત એરપોર્ટ પર વધુ એક એરલાઇન્સના પ્લેનનું આવાગમન થશે. દેશની પ્રીમિયમ એરલાઇન્સ એર વિસ્તારાને સુરત કનેક્ટિવિટી મળી છે. ટૂંક સમયમાં જ સુરત એરપોર્ટથી વિમાનયાત્રીઓને એર વિસ્તારાની સેવાનો લાભ મળશે. આ માટે કંપની દ્વારા સુરત એરપોર્ટ પાસેથી જરૂરી એવી તમામ મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. વી વર્ક વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા એર વિસ્તારા સુરતમાં શરૂ કરવા 3 વર્ષથી મહેનત કરવામાં આવી રહી હતી. સુરત એરપોર્ટ પર વધતા ટ્રાફિકને જોતા એર વિસ્તારાએ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. એર વિસ્તારા દ્વારા શરૂઆતમાં મુંબઈ - સુરત - દિલ્હી માટે ફ્લાઇટ શરૂ કરાશે.
કોરોનાકાળમાં બંધ થયેલી ત્રણ ટ્રેન શરૂ કરવામાં આવી
ગુજરાતથી ટ્રેન મારફતે મુંબઈ જતા મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાકાળમાં બંધ કરાયેલ અમદાવાદ મુંબઇ વચ્ચેની 3 ટ્રેન ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુંબઇ-અમદાવાદ, વલસાડ-વડોદરા અને સુરત-ભુસાવળ ટ્રેન શરૂ થશે. કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના જરદોષે આ અંગે જાણકારી આપી છે. આ ટ્રેન શરૂ કરવામાં આવતા ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓને મોટી રાહત થશે. નોંધનિય છે કે, કોરોના કાળ અને દેશમાં વીજળી સંકટથી બચવા માટે ટ્રેન બંધ કારઇ હતી. જો કે હવે ફરી આ ટ્રેન પૂર્વરત થતા મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી છે.
સુરતને પ્લાસ્ટિક મુક્ત કરવા કવાયત
પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા સુરત પાલિકાએ નવું ફરમાન જારી કર્યું છે. 1 જુલાઈથી 120 માઇક્રોનથી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાશે. સરકારના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ 2021નું નવું ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ. ગેઝેટમાં દર્શાવ્યા મુજબ અમલ કરાવવા માટે પાલિકાએ ફરમાન કર્યું છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતી સંસ્થાઓ સામે કાયદેશરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે 50 અને 75 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકના પ્રતિબંધનો અમલ માત્ર કાગળ પર છે.