હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લામાં વાતાવરણમાં અચાનક આવ્યો પલટો સાપુતારા ખાતે કમોસમી વરસાદ શરૂ થયો છે.
ડાંગઃ હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લામાં વાતાવરણમાં અચાનક આવ્યો પલટો સાપુતારા ખાતે કમોસમી વરસાદ શરૂ થયો છે. સાપુતારા સહિત માલેગાંવ, બારીપાડા, દબાસ, ગોટિયામાળ ગામોમાં સતત બે દિવસથી કમોસમી વરસાદ ને લઈને જગતનો તાત ચિંતિત બન્યો છે. આંબા ઉપર આમ્રમંજરી અને ડુંગળી, ફલસી, ચણા ઘઉં અને સ્ટ્રોબેરીના પાકને નુકશાન થવાની ભીતિ છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ખેતીપાકને નુકશાન થવાની સંભાવના. કેરી, ચીકુ જેવા બાગાયતી પાકને નુકશાન થવાની શકયતા છે. શાકભાજી પાકમાં પણ જીવાતોનો ઉપદ્રવ વધે તેવું વાતાવરણ. શાકભાજીનું ઉત્પાદન ઘટતા ભાવ વધે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 7 અને 8 માર્ચએ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શકયતા છે. નર્મદા, ડાંગ , તાપી પંચમહાલ , સામાન્ય વરસાદ સાથે થન્ડર સ્ટોમ રહેશે. અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે. કેટલાક વિસ્તારોમાં થન્ડર સ્ટોમની અસર રહેશે. બે દિવસ બાદ તાપમાન 2 થી 3 ડીગ્રી વધારો થશે.
રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ક્યાંક છુટો છવાયો તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં માવઠા અથવા માવઠાની અસર વર્તાઈ શકે, જેને લઇ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શિયાળામાં સતત ચાર માવઠાથી ખેડૂતોની કમર તૂટી ગઈ હતી. ત્યારે ઉનાળાની શરૂઆત પહેલાં જ વધુ એક માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે.
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાઈ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી એક બે દિવસમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે. વધુ એક વખત માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. ઉનાળાના આગમન પહેલાં ફરી એકવાર મોસમમાં બદલાવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની દ્વારા બે - ચાર દિવસમાં રાજ્યના ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.
હવામાન વિભાગે સોમવારે શહેરમાં મહતમ તાપમાનનો પારો 35 થી 36 ડિગ્રી નોંધાય તેવી શકયતા દર્શાવી છે. જ્યારે લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રી રહી શકે છે. જેમાં ભેજનું પ્રમાણ 27 ટકા અને હવાની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આવતીકાલ મંગળવારે શહેરમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 34 ટકા અને હવાની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાકની નોંધવાની સંભાવના રહેલી છે.