Kisan Sangh Protest : કિસાન સંઘે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરનો કર્યો ઘેરાવ, બે વાગ્યે મુલાકાત માટે આપ્યો સમય
કિસાન સંઘે સરકાર સામેનું આંદોલન વધુ તેજ કર્યું છે. ગાંધીનગરના ધરણા બાદ મંત્રીઓના નિવાસસ્થાનનો ઘેરાવ શરૂ કરવામાં આવ્યો છે. સુરતમાં હર્ષ સંઘવીના નિવાસ્થાનનો ઘેરાવ કરવા કિસાન સંઘના આગેવાનો પહોંચ્યા હતા.
સુરત : ભારતીય કિસાન સંઘે સરકાર સામેનું આંદોલન વધુ તેજ કર્યું છે. ગાંધીનગરના ધરણા બાદ મંત્રીઓના નિવાસસ્થાનનો ઘેરાવ શરૂ કરવામાં આવ્યો છે. સુરતમાં હર્ષ સંઘવીના નિવાસ્થાનનો ઘેરાવ કરવા કિસાન સંઘના આગેવાનો પહોંચ્યા હતા. સુરતમાં પાર્લે પોઇન્ટમાં સંઘવીના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. વાટાઘાટો માટે બનાવાયેલા પાંચ મંત્રીઓની કમિટીમાં હર્ષ સંઘવીનો પણ સમાવેશ થાય છે.
કિસાન સંઘ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરે પહોંચ્યું છે. વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરશે. સમાન વીજ દર, મહેસુલ પ્રશ્નો, પાક વિમા ચુકવણી, જમીન રી સર્વે વગેરે પ્રશ્નોને લઈ રજુઆત કરશે.
ગત 25 ઓગસ્ટથી ખેડૂતોના પ્રશ્નો મુદ્દે કિસાન સંઘ આંદોલન ચલાવી રહ્યું છે. ખેડૂતોના પ્રશ્નો ઉકેલશે તે જ રાજ કરશે, તેમ કિસાન સંઘે કહ્યું હતું. અત્યારે 25થી 30 ખેડૂત આગેવાનો સંઘવીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બીજી તરફ હર્ષ સંઘવીએ આગેવાનોને મળવા માટે બે વાગ્યો આમંત્રણ આપ્યું છે. માંગણી સંતોષતા કિસાન સંઘ આક્રોશિત થયા છે. ખેડૂતોની માંગણી મુદ્દે સરકાર ટસની મસ ન થતા કિસાન સંઘ આક્રોશિત છે.
બે અઠવાડિયાના આંદોલન બાદ આજથી મંત્રીઓના ઘરનો ઘેરાવ શરૂ કરાયો છે. હર્ષ સંઘવીના સુરતના નિવાસસ્થાનનો ઘેરાવ કરવા પહોંચ્યા છે. નિવાસસ્થાને પહોંચેલા આગેવાનોએ કહ્યું કે, અમારા જિલ્લા પ્રમુખને અહીં બોલાવવામાં આવે. તેમને નજર કેદ કરાયા હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરાયો છે.