Navsari News: એલસીબીએ ગણદેવી પોલીસ સ્ટેશનથી માત્ર 400 મીટરના અંતર પર વેચાતો દારૂ ઝડપી પાડ્યો, પાનના ગલ્લા પર ચાલતો હતો વેપલો
નવસારી એલસીબીએ કુલ રૂપિયા 52,000ની મોંઘી બ્રાન્ડની કુલ 137 બોટલ ઝડપી પાડી હતી. એલસીબી ટીમની આ કાર્યવાહીથી ગણદેવી પોલીસ સામે આંગળી ચીંધાઇ હતી.
Navsari News: નવસારી એલસીબીએ ગણદેવી પોલીસ સ્ટેશનથી માત્ર 400 મીટર ના અંતર પર વેચાતો દારૂ ઝડપી પાડ્યો હતો. ગણદેવી પોલીસ સ્ટેશનથી માત્ર 400 મીટરના અંતર પર પાનના ગલ્લા પર ખુલ્લે આમ મોંઘી બ્રાન્ડના દારૂનો વેપલો ચાલી રહ્યો હતો. નવસારી એલસીબીએ કુલ રૂપિયા 52,000ની મોંઘી બ્રાન્ડની કુલ 137 બોટલ ઝડપી પાડી હતી. એલસીબી ટીમની આ કાર્યવાહીથી ગણદેવી પોલીસ સામે આંગળી ચીંધાઇ હતી.
બુટલેગરોનો દારૂ સપ્લાયનો નવો કીમિયો સામે આવ્યો છે. સુરતમાં બોટલો સાથે હવે પ્લાસ્ટિકની થેલીઓમાં પણ ઈંગ્લીશ દારૂનું વેચાણ કરવામાં આવે છે. બાતમીના આધારે જિલ્લા એલ સીબીએ મોડી રાત્રે ઓલપાડના માસમા ગામે આવેલ સોસાયટીના મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ઈંગ્લીશ દારૂ ભરેલી તૈયાર 130 થેલીઓ અને બોટલો ઝડપાઇ હતી. પોલીસે કુલ 1.30 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ રાજસ્થાનનો હોવાની માહિતી મળી રહી છે.
અમદાવાદ શહેરમાં સ્થાનિક વિસ્તારામાં મોટાપાયે દારૂ સપ્લાય કરવાથી માંડીને વેચાણ કરવાના અનેક કેસ પીસીબી દ્વારા નોંધવામાં આવ્યા છે. જેમાં છેલ્લાં 11 મહિનામાં પોણા બે કરોડની કિંમતનો દારૂ જપ્ત કરાયો છે અને છેલ્લાં ત્રણ મહિનામાં 80થી વધુ ગુના નોંધીને 1.23 કરોડની કિંમતના દારૂનો સમાવેશ થાય છે. તો 1.20 કરોડથી વધુનો મુદ્દામાલ જુગારના વિવિધ કેસમાં જપ્ત કરાયો છે. અમદાવાદ શહેરમાં મોટાપાયે દારૂ , જુગાર અને અન્ય ગુનાઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ચાલતા હોવા છતાંય, સ્થાનિક પોલીસ દ્વારા ઘણા કિસ્સામાં કાર્યવાહી કરવામાં ન આવે તે કિસ્સામાં ગુના નિવારણ શાખા દ્વારા દરોડાની કામગીરીની કરવામાં આવે છે.
છેલ્લાં 11 મહિના દરમિયાન પ્રોહીબીશનના 129 કેસ નોંધીને પીસીબીએ કુલ પોણા બે કરોડની કિંમતનો વિદેશી અને દેશી દારૂ જપ્ત કરાયો છે. જે પૈકી છેલ્લાં ત્રણ મહિનામાં પોલીસે 79 ગુના નોંધીને 1.23 કરોડનો દારૂ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત, જુગારને લગતા કેસમાં 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો . જેમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન એક કરોડની રોકડ અને મુદ્દામાલનો સમાવેશ થાય છે. આ જુગારના કેસમાં અનેક કિસ્સામાં 10 થી 15 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.આ ઉપરાંત, બોગસ કોલ સેન્ટર અને સટ્ટા તેમજ ડબ્બા ટ્રેડીંગના અનેક મોટા કેસની કામગીરી કરવામાં આવી છે. સૌથી નોંધનીય છે કે પીસીબીની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ સામે અનેક કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવી છે.