(Source: ECI/ABP News/ABP Majha)
Surat: ડેટિંગ એપથી અજાણ્યાઓએ સમલૈગિંક સંબંધો બાંધવા યુવકને બોલાવ્યો, ને પછી પડાવી લીધા 2.50 લાખ
સુરતમાં અમરોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં એક યુવાનને સમલૈગિંક સંબંધો બાંધવા ભારે પડ્યા છે
Surat Crime News: સુરતમાં સમલૈગિંક સંબંધનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, આ કિસ્સામાં એક 36 વર્ષીય યુવાનને ચાર શખ્સોએ બ્લેકમેઇલ કરીને અઢી લાખથી વધુની રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાઇ છે. શહેરના વરાછાના સમલૈગિંક યુવાન સાથે ડેટિંગ એપ દ્વારા મિત્રતા કેળવીને સંબંધ બાંધવાની લત ભારે પડી છે. હાલમાં પોલીસે આ ગુનાને લઇને ચાર શખ્સોની ધરપકડ કરી છે.
સુરતમાં અમરોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં એક યુવાનને સમલૈગિંક સંબંધો બાંધવા ભારે પડ્યા છે. આ ઘટનામાં એક યુવાનને ડેટિંગ એપ દ્વારા એક સમલૈગિંગ સાથી મિત્ર સાથે મિત્રતા કેળવાઇ અને બાદમાં વીડિયો ઉતારીને બ્લેકમેઇલિંગ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. આ અંગે અમરોલી પોલી સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે, અને ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.
ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે, સુરત શહેરના અમરોલી વિસ્તારમાં સમલૈગિંક યુવકને સંબંધ બાંધવા બોલાવી બ્લેકમેઇલ કરીને 2.50 લાખ પડાવનાર આરોપીની ધરપકડ કરી હતી. અમરોલીના એક 36 વર્ષીય યુવકને વરાછાના સમલૈગિંક યુવાન સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા થઇ હતી. આ મિત્રતા એટલી આગળ વધી કે સમલૈગિંક સંબંધો રહ્યાં હતા. આ ઘટનામાં સમલૈગિંક મિત્રએ વરાછાના 36 વર્ષીય યુવાનને સંબંધ બાંધવા માટે અમરોલી બોલાવ્યો હતો, જ્યાં આ યુવાન સાથે સમલૈગિંક સંબંધોનો વીડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી હતી, અને બાદમાં 2.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ યુવાનને ગઇ 4થી એપ્રિલે બ્લૂડ લાઇવ એન્ડ ડેટીંગ એપથી અજાણ્યા યુવક સાથે મિત્રતા થઇ હતી. અજાણ્યા યુવકે ખુદ અમરોલીનો હોવાનું અને કૉલેજમાં ભણતો હોવાનું કહ્યું હતુ, સાથે સાથે તે સમલૈંગિક હોવાનું જણાવ્યુ અને મળવા બોલાવ્યો હતો. 36 વર્ષીય પીડિત યુવાન વરાછાનો છે અને આંગડિયા પેઢીમાં નોકરી કરે છે, તેના પરિવારમાં પત્ની અને બે માસનું સંતાન પણ છે. જોકે, 2.50 લાખ ગુમાવ્યા બાદ યુવાને અમરોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, હાલમાં પોલીસ આ મામલામાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં આરોપી સુરેશ સખીયા, મનોજ ચૌહાણ, અંકિત ત્યાગી અને કિશોર સામેલ છે.