શોધખોળ કરો

Crime: સુરતમાં એમડી ડ્રગ્સને મોટો વેપાર, ઘરમાં જ ડ્રગ્સ વેચતું મુસ્લિમ દંપતિ પકડાયુ, પોલીસે કબજે કર્યો 2 લાખનો મુદ્દામાલ

સુરત પોલીસે મોટી કાર્યવાહી કરતાં મુસ્લિમ દંપતિને મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યા છે

Surat Crime News: ગુજરાતમાં ડ્રગ્સનો વધુ એકવાર મોટો જથ્થો સુરત પોલીસે શહેરમાંથી ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાંથી રાંદેર પોલીસને કાર્યવાહીમાં મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા સાથે પતિ અને પત્નીને ઝડપી પાડ્યા છે, આ ઝડપાયેલા દંપતિ પાસેથી દોઢ લાખનો મેફેડ્રૉન ડ્રગ્સને કબજે લેવાયો છે. હાલ રાંદેર પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સતત વધી રહેલા ડ્રગ્સના દુષણને રોકવા માટે પોલીસ એક્શન મૉડમાં આવી છે. સુરત પોલીસે મોટી કાર્યવાહી કરતાં મુસ્લિમ દંપતિને મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યા છે. રાંદેર પોલીસે બાતમીના આધારે અચાનક જ સુરતમાં રહેણાક વિસ્તારોમાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં શહેરના રાંદેર તાડવાડી ગોમતીનગર ખાતેથી અયુબખાન પઠાણ તથા તેની પત્ની ફરઝાના પઠાણ બન્નેને એમડી મેફેડ્રૉન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. આ બંનેને ડ્રગ્સનો જથ્થો આપનાર વૉન્ટેડ આરોપી દિલીપ ઉર્ફે ટકલો અને જુબેદાખાતુન મેમ. વૉન્ટેડ જાહેર કરાયા છે. આરોપીઓ પાસેથી માદક પદાર્થ મેફેડ્રૉન ડ્રગ્સ વજન ૧૨.૮૯ ગ્રામ કુલ જપ્ત લેવાયો છે જેની કિંમત ૧,૨૮,૯૦૦ની છે, આ સાથે જ આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે, પોલીસે આ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

સુરતમાં ડ્રગ્સ સામે જાગૃતિ અભિયાન ચલાવનાર યુવક ઉપર જીવલેણ હુમલો

ગુજરાતમાં દારુ બાદ હવે ડ્રગ્સનું દુષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ મામલે પોલીસ દ્વારા અનેક કડક પગલા પણ લેવામાં આવી રહ્યા છે છતા પણ ડ્રગ્સની લતમાં લોકો આવી રહ્યા છે. આ માટે ઘણીવાર જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. આવું જ જાગૃતિ અભિયાન સુરતમાં એક નાગરિક દ્વારા ચલાવવામાં આવતું હતું જેના પર આજે હુમલો થયો છે. ઉતરાણ પોલીસ સ્ટેશનની હદમાં મોટા વરાછામાં ડ્રગ્સ વિરોધી અભ્યાસ ચલાવનાર સંસ્થાના સભ્ય ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે પોલીસની સાથે જ પેરેલલ સમાજ જાગૃતિનું કામ કરી ડ્રગ્સ વિરોધી કાર્યક્રમો યોજનાર યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવતાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. જેથી તાત્કાલિક તેને સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે હુમલો કરનાર આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક ખાતે મંગળવારે રાત્રે 12 વાગ્યા આસપાસ ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવનાર રોનક ઘેલાણી પર હુમલો કરવામાં આવ્યો હતો. રોનક ઘેલાણીને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવામાં આવ્યાં હતાં. જેથી લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ચીકુવાડી ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ તેના માથાના ભાગે સાતથી વધુ ટાંકા લઈને સારવાર શરૂ કરી છે. રોનક ઘેલાણીએ કહ્યું કે, પેડલરો નશાની હાલતમાં અપશબ્દો બોલી રહ્યાં હતાં. ત્યારબાદ તેને સમજાવવાની કોશિષ હોમગાર્ડ સહિતનાને કરી પરંતુ તેમની પર પણ હુમલો કરવામાં આવ્યો છે. હોમગાર્ડને તમાચો પણ ઝીંકી દીધો હતો. પછી હથિયારથી હુમલો કરતાં હોમગાર્ડની જગ્યાએ મારા માથામાં વાગ્યું હતું. આ પેડલરો પર તાત્કાલિક આકરી કાર્યવાહી થવી જોઈએ.

સમગ્ર હુમલા અંગે ઉતરાણ પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર સુદામા ચોક ખાતે રાત્રિના સમયે બોલાચાલી થઈ રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં રોનક ઘેલાણીએ બોલાચાલી શાંત કરાવવા વચ્ચે પડ્યાં હતાં. આ દરમિયાન દારૂના નશામાં રહેલા દશરથ રામદયા વર્મા અને સંદીપ અરુણ શાહુએ હુમલો કર્યો હતો. જેથી તેમને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મોટા વરાછાના પ્રમુખો , શાળાના સચાલકઓ અને જાગ્રુત નાગરિકો દ્વારા આવા ડ્રગ્સ માફિયા અને બૂટલેગરો વિરુધ કડક પગલાં લેવાય તેવી ગુજરાતના ગૃહમંત્રી અને સુરત કમિશનર ને આવેદન આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Embed widget