Surat Murder: સુરતમાં ટામેટાં માંગવા બાબતે બે પાડોશી ઝઘડ્યા, એકે બીજાને ચપ્પૂના ઘા ઝીંકી પતાવી દીધો, જાણો
સુરતમાં એક નજીવી બાબતે હત્યાની ઘટના ઘટી છે, શહેરના લસકાણા વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે ટામેટા માંગવાની બાબતે જોરદાર બબાલ થઇ હતી, જે બાદમાં હત્યામાં પરિણમી હતી
Surat Murder News: સુરતમાં એક નજીવી બાબતે હત્યાની ઘટના ઘટી છે, શહેરના લસકાણા વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે ટામેટા માંગવાની બાબતે જોરદાર બબાલ થઇ હતી, જે બાદમાં હત્યામાં પરિણમી હતી. એક પાડોશીએ બીજા પાડોશી પાસે ટામેટા માંગ્યા હતા, જે પછી બન્ને વચ્ચે ઝઘડો અને એકે બીજાને ચપ્પૂના ઘા મારતા ઘટના સ્થળે જ મોત થયુ હતુ.
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં વધુ એકવાર હત્યાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ખરેખરમાં, શહેરમાં લસકાણા વિસ્તારમાં મજૂરી કામ કરતાં બે પરિવારો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. લસકાણામાં મજૂરીકામ કરતાં બે પાડોશીઓમાથી એકે બીજા પાસે ટામેટા માંગ્યા હતા, જોકે, બીજાએ ટામેટા ના આપ્યા, આ પછી બન્ને વચ્ચો જોરદાર ઝઘડો થયો હતો. આ ઘટનામાં એક પાડોશીએ બીજા પાડોશી પર ધારદાર ચપ્પૂના ઘા ઝીંકી દીધા હતા, ઇજાગ્રસ્ત થયેલા પાડોશીને સારવાર મળે તે પહેલા જ તે ઘટના સ્થળે મોતને ભેટ્યો હતો. મૃતકનુ નામ બિદ્યાધરા પાંડવ શ્યામલ છે, અને હત્યારા શખ્સનું નામ કાળુગુરુ સંતોષગુરુ છે, મૃતક અને હત્યારો શખ્સ બન્ને મજૂરી કામ કરતાં હતાં. હાલમાં સરથાણા પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધીને હત્યારા કાળુગુરુ સંતોષગુરુને ઝડપી પાડ્યો છે.
ગીર સોમનાથના આ ગામમાં બે ભાઈઓ સાથે પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખુની ખેલ,એકનું મોત, બીજાની હાલત ગંભીર
ગીર સોમનાથના હર મડિયા ગામે બે સગા ભાઈઓ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એકનું મોત થયું છે જ્યારે એકની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્રેમ પ્રકરણનું મનદુઃખ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
સવારે દશ કલાકની આસપાસ ગામની વચ્ચે જ લોહિયાળ જંગ ખેલાયો
સામે આવેલી માહિતી અનુસાર સવારે દશ કલાકની આસપાસ ગામની વચ્ચે જ લોહિયાળ જંગ ખેલાયો જેમાં એકનું મોત થયું છે અને એક જીંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ ગામમાં રહેતા ઋત્વિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસિયા અને તેમનો સગો ભાઈ હરદીપ ઉર્ફે હકો ધીરુભાઈ ખસીયા આ બન્ને ભાઈઓને સવારે ગામમાં પાન મસાલાની દુકાન ચલાવતા રાજા ગંગદેવ નામના વ્યક્તિ સાથે બબાલ થઈ હતી. જેના કારણે પાન મસાલાની દુકાન ચાલવનાર રાજાએ છરી અથવા તિક્ષણ હથિયારથી બંન્ને ભાઈઓ પર તૂટી પડ્યો જેમાં હૃતિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસિયા ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યા અને ઘટના સ્થળે જ દમ તોડયો. તો બીજી તરફ તેના સગા ભાઈ હર્દીપ ઉર્ફે હકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાવામાં આવેલ છે.
આરોપી અને મૃતક વચ્ચે લાંબા સમયથી મન દુઃખ ચાલતું હતું.
હરમડીયા ગામમાં હત્યાની ઘટના બનતા ગામની બજારો ટપોટપ બંધ થઇ હતી. તો બીજી તરફ પોલીસનો મોટો કાફલો એસપી સાથે હર મડીયા પહોચ્યો હતો. જોકે,આરોપી દુકાન ખુલ્લી છોડી નાશી ગયો હતો અને તેના ઘર પર પણ તાળું જોવા મળ્યું હતું. પોલીસે આરોપી રાજા ગેંગદેવને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો અને પૂછપરછ હાથ ધરી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અને મૃતક વચે પ્રેમ પ્રકરણનું મનદુઃખ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળે છે. હર મડિયા ગામમાં ચર્ચાય રહ્યું છે કે આરોપીના અને મૃતક વચ્ચે લાંબા સમયથી મન દુઃખ ચાલતું હતું. જે બાદ ઘટનાના દિવસે મૃતક નાળિયેર લેવા આરોપીની દુકાન અને ઘર નજીક પહોંચ્યો હતો અને ત્યાર બાદ બબાલ થઈ હતી. હત્યાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.