શોધખોળ કરો

Surat Diamond: હીરા ઉદ્યોગે સ્પીડ પકડી, નેચરલની જગ્યાએ હવે લેબગ્રૉન ડાયમન્ડની માંગ, એક્સપૉર્ટ 162 ટકા વધ્યું

સુરતના હીરા ઉદ્યોગમાં હવે લેબગ્રૉન ડાયમન્ડને લઇને ખુબ ચર્ચા છે. સુરતના હીરા ઉદ્યોગોમાં નેચરલ ડાયમંડનો વિકલ્પ હવે લેબગ્રૉન ડાયમંડ બની રહ્યો છે

Surat News: હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીનો માહોલ ખતમ થવા થઇ રહ્યો છે. હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે, ભારતના હીરાની માંગ હવે વિદેશોમાં ફરી એકવાર તેજી સાથે વધી રહી છે, પરંતુ ખાસ વાત છે કે, આ વખતે નેચરલ નહીં પરંતુ લેબગ્રૉન ડાયમન્ડની ડિમાન્ડ વધું છે. નેચરલ ડાયમન્ડનો મોટો ઓપ્શન અત્યારના સમયમાં લેબગ્રૉન ડાયમન્ડ બની રહ્યો છે, અને વર્ષ 2022ની સરખામણીમાં તેનું 2023માં એક્સપોર્ટ પણ 162 ટકા વધ્યુ છે. 

સુરતના હીરા ઉદ્યોગમાં હવે લેબગ્રૉન ડાયમન્ડને લઇને ખુબ ચર્ચા છે. સુરતના હીરા ઉદ્યોગોમાં નેચરલ ડાયમંડનો વિકલ્પ હવે લેબગ્રૉન ડાયમંડ બની રહ્યો છે. યૂએસએ, દુબઈ, હોંગકોંગ અને યૂરોપમાં રફ લેબગ્રૉનની ડિમાન્ડમાં ખુબજ મોટો વધારો થયો છે. ડિસેમ્બર 2022ની તુલનામાં ડિસેમ્બર 2023માં લેબગ્રૉન ડાયમન્ડનું એક્સપોર્ટ 162 ટકા વધ્યું છે. હાલ ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને લેબગ્રૉન થકી 35 ટકા વેપાર મળી રહ્યો છે. આ વેપાર થોડા સમયમાં 50 ટકાએ પહોંચવાની આશા સેવાઇ રહી છે. જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં પણ હવે લેબગ્રૉન ડાયમંડની માંગ વધી છે. નેચરલ ડાયમંડ મોંઘા હોવાને કારણે લોકો લેબગ્રૉન પર પસંદગી ઉતારી રહ્યાં છે. વિદેશમાં પણ લેબગ્રૉન કે રફ લેબગ્રૉનની માંગમાં મોટો વધારો થયો છે. 

મંદીના કારણે રત્ન કલાકારનો પગાર 30 હજારમાંથી 15 હજાર થઈ ગયો, ભર્યું એવું પગલું કે.....

ડાયમંડ નગરી સુરતમાં રત્ન કલાકારના આપઘાતની ઘટના સામે આવી છે.  અડાજણ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે મંદીના કારણે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. 41 વર્ષીય મેહુલ ચૌહાણ પંડોળ વિસ્તારમાં હીરાના કારખાનામાં 15 વર્ષથી કામ કારતો હતો. 30 હજાર પગારનું કામ કરનારનો 15 હજાર પગાર થઇ ગયો હતો. ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થતા આ પગલું ભર્યાનું પરિવાજનોએ જણાવી સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી.

સુરતના મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતો વેડરોડનો દલાલ અન્ય બે દલાલ પાસેથી રૂ.85.24 લાખની કિંમતના હીરા વેચાણ માટે લઈ જઈ પેમેન્ટ કર્યા વિના ઓફિસ બંધ કરી ફરાર થતા ઈકો સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર વલભીપુરના માલપરા ગામના વતની અને સુરતમાં વેડરોડ કેન્સર હોસ્પિટલ પાસે ક્રિષ્ના આર્કેડ એ/1-104 માં રહેતા 31 વર્ષીય નયનભાઈ ઉર્ફે પિન્ટુ પ્રેમજીભાઈ સોનાણી મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનું કામ કરે છે.વર્ષ 2016 માં તે સ્વાધ્યાય કાર્યક્રમમાં જતા હતા ત્યારે તેમની મુલાકાત હીરાદલાલ વિકાસ દેવરાજભાઈ તેજાણી

  સાથે થઈ હતી.તેઓ અવારનવાર સ્વાધ્યાયમાં મળતા હોય તેમની વચ્ચે મિત્રતા થઈ હતી.દરમિયાન, એક વર્ષ પહેલા વિકાસ સાથે મુલાકાત થઈ ત્યારે તેણે પંડોળમાં ઓફિસ હોવાનું જણાવી હીરા વેચવા આપવા કહેતા નયનભાઈએ તેની સાથે વેપાર શરૂ કર્યો હતો.ત્યાર બાદ વિકાસે તેની ઓફિસ મહિધરપુરા હીરાબજાર એલ.બી.ચાર રસ્તા પોલીસ ચોકીની બાજુમાં ગોવર્ધન બિલ્ડીંગમાં શરૂ કરી હતી.

નયનભાઈએ તેને 14 જુલાઈ થી 7 ઓગષ્ટ 2023 દરમિયાન ત્રણ વેપારી પાસેથી કુલ રૂ.34,72,085 ના હીરા લઈ વેચવા આપ્યા હતા.વિકાસે તે હીરા જે વેપારીને વેચ્યા હતા તેની સહી કરેલી ચિઠ્ઠી પણ આપી હતી.જોકે, તેણે સમયસર પેમેન્ટ નહીં કરી વાયદા કરતા નયનભાઈ તેની ઓફિસે ગયા તો તે બંધ હતી.આજુબાજુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે ઓફિસ બંધ કરી ચાલ્યો ગયો છે.નયનભાઈએ વિકાસે જે વેપારીઓને હીરા વેચ્યા હતા તેમની પાસે જઈ પેમેન્ટની વાત કરી તો જાણવા મળ્યું હતું કે તેમને વિકાસે હીરા વેચ્યા જ નથી અને ચિઠ્ઠી પર સહી પણ તેમની નથી.વિકાસે નયનભાઈ પાસે હીરા ઉપરાંત હાથ ઉછીના રૂ.2.66 લાખ લઈ કુલ રૂ.37,38,085 અને અન્ય દલાલ કેવીન વિનુભાઈ ભૂંગળીયા   પાસેથી પણ રૂ.47,86,333 ના હીરા વેચાણ ,માટે લઈ જઈ પેમેન્ટ કર્યું નહોતું. કુલ રૂ.85,24,418 ની ઠગાઈ અંગે નયનભાઈએ આજરોજ વિકાસ તેજાણી વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેની તપાસ ઈકો સેલને સોંપવામાં આવી છે.ઈકો સેલે ઉઠમણું કરી ફરાર વિકાસની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget