Valsad : પત્નીને સાથે રાખી પોલીસ કોન્સ્ટેબલ બન્યો બુટલેગર, જાણો વિગત
દારૂના ધંધામાં મોટી કમાણીથી લલચાઈ કોન્સ્ટેબલ બુટલેગર બન્યો હતો. તે શંકા ન જાય તે માટે દારૂની ખેપ મારવા પત્નીને પણ સાથે રાખતો હતો.
Valsad News: રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે, પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરીને આવતા વાહનોને બાતમીદારો મારફતે પકડી લેવામાં આવે છે, જોકે આ દરમિયાન વલસાડમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વલસાડમાં પત્ની સાથે દારૂની હેરાફેરી કરતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાતા પોલીસબેડામાં ચકચાર મચી ગઈ હતી. સુરતના વાવ એસઆરપી કેમ્પનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો. આરોપી હિતેશ ચૌહાણ પત્ની અલકા ચૌહાણને સાથે રાખી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. પારડી પોલીસે વિદેશી દારૂ અને કાર મળી ત્રણ લાખથી વધુની મુદ્દામાલ સાથે તેને ઝડપી લીધો હતો. દારૂના ધંધામાં મોટી કમાણીથી લલચાઈ કોન્સ્ટેબલ બુટલેગર બન્યો હતો. તે શંકા ન જાય તે માટે દારૂની ખેપ મારવા પત્નીને પણ સાથે રાખતો હતો.
ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે પોલીસે વાહન ચેકીંગ દરમિયાન થોડા દિવસ પહેલા ટ્રકમાં મુસાફર બનીને વિદેશી દારૂની હેરાફેરી કરતી ચાર મહિલાઓને ઝડપી લીધી હતી તો અન્ય એક લક્ઝરી બસમાંથી બાવળા ગામના યુવાનને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન હિંમતનગર તરફથી આવી રહેલા એક ટ્રકને ઉભો રાખ્યો હતો. જે ટ્રકની કેબિનમાં ચાર મહિલાઓ સવાર હતી. પોલીસને મહિલાઓ ઉપર શંકા જતા તેમની પાસે રહેલા થેલામાં તપાસ કરતા વિદેશી દારૂની 90 બોટલ મળી આવી હતી. 10 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદ કુબેરનગરની શશીકલા ગજાનંદ ગાયકવાડ, માલા નીતિનભાઈ રાઠોડ, માલતી વિશાલ ગાયકવાડ અને રુકમણી સુભાષ જાદવની ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજી બાજુ અન્ય એક લક્ઝરી બસમાં પણ પોલીસે તપાસ કરતા મૂળ રાજસ્થાનના અલવરનો રહેવાસી અને હાલ બાવળાની શ્રીનાથ સોસાયટીમાં રહેતો યુવાન રાહુલ રામાનંદ શર્મા વિદેશી દારૂની દસ બોટલ સાથે પકડાયો હતો. જેથી તેની સામે પણ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.
આ પણ વાંચોઃ