(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Politics:ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને કરાયા સસ્પેન્ડ, જાણો ડિટેલ
સસ્પેન્ડ માટે પ્રેસનોટમાં કોઈ સત્તાવાર કારણનો ઉલ્લેખ નથી. ઉલ્લેખનિય છે કે, પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ જ્યોતિબેન રહી ચૂક્યા છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રચારક પણ જ્યોતિબેન રહી ચૂક્યા છે.
Gujarat Politics:ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ભારતીય જનતા પાર્ટી કેન્દ્રિય નેતૃત્વ તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલજીની સૂચનાથી ડોક્ટર જયોતિબેન પંડ્યાને પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સસ્પેન્ડ માટે પ્રેસનોટમાં કોઈ સત્તાવાર કારણનો ઉલ્લેખ નથી. ઉલ્લેખનિય છે કે, પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ જ્યોતિબેન રહી ચૂક્યા છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રચારક પણ જ્યોતિબેન રહી ચૂક્યા છે. તેઓ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે,વડોદરા લોકસભા બેઠક માટે જ્યોતિબેન ઉમેદવારની ચર્ચામાં હતા. રંજનબેનને ત્રીજી વખત રિપિટ કરાતા જ્યોતિબેન નારાજ થયા હોવાથી તેઓ કોઇ વિરોધ વ્યક્ત કરે કે નારાજગી વ્યક્ત કરે પહેલા જ પાર્ટીએ એકશન લેતા તેમને સસ્પન્ડ કર્યાં છે.
ઉલ્લેખનિય છે કે, લોકસભાની બેઠકની વડોદરાની બેઠક માટે રંજન બેનની પસંદગી થતાં આખરે જ્યોતિબેન પંડ્યા નારાજ થયા હતા અને તેમણે મીડિયા સમક્ષ આ મુદ્દે નારાજગી પણ વ્યક્ત કરી હતી. હવે જ્યોતિબેન અપક્ષથી ઉમેદવારી નોંધાવી તેવી પણ શક્યતા જોવાઇ રહી છે. નોંધિય છે કે, આવનાર લોકસભા ચૂંટણીના વડોદરાના ઉમેદવાર તરીકે સાંસદ રંજનબેન ભટ્ટની કેન્દ્રીય નેતૃત્વએ ફરી પસંદ કરતા રંજનબેન ભટ્ટ કરજણના નારેશ્વર શ્રી રંગઅવધૂત મંદિરે દર્શનાર્થે પહોંચ્યા પહોંચ્યા હતા. સાંસદ રંજનબેન ભટ્ટે કરજણના નારેશ્વર શ્રી રંગ અવધૂત મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી અને ચૂંટણીમાં વિજયી થવા પ્રાર્થના કરી હતી. સાંસદ રંજનબેને નારેશ્વર ધામના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસે પ્રસાદીની સાલ ઓઢાડીને શુભેચ્છા પાઠવી હતી.
નોંધનિય છે કે, ભાજપ ગુજરાત લોકસભાની 26 બેઠકમાંથી 22 બેઠક પર તેમના ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યા છે. પ્રથમ યાદીમાં 15 નામ જાહેર કરવામાં આવ્યાં હતા જ્યારે ગઇકાલે જાહેર થયેલી યાદીમાં સાત નામ જાહેર કરવામાં આવ્યા હતા. લોકસભાની 4 બેઠક પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે.
ગુજરાત લોકસભાની બાકી રહેલ 7 બેઠક માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર બેઠક પરના નામ જાહેર કરવાના બાકી છે. ગુજરાત લોકસભાની 7 બેઠક માટે ભાજપે આજે નામોની યાદી જાહેર કરી છે. આજે ભાજપે કુલ 72 ઉમેદવારોની યાદી જાહેર કરી છે., જેમાં ગુજરાતની 7 બેઠકના નામ પણ જાહેર થયા છે.ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારોના નામનો જાહેરાત કરી દીધી છે. ભાજપે 22માંથી પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેંદ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ છે.
ભાજપની બીજી યાદી જાહેર
- સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકિટ
- અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકિટ
- ભાવનગરથી ભાજપ નિમુબેન બાંભણિયા
- વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી
- સુરતથી મુકેશ દલાલને ટિકિટ
- છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ
- વલસાડથી ધવલ પટેલને ભાજપે આપી ટિકિટ