'મેં બે વાર બરાક ઓબામા સાથે શરીર સુખ માણ્યુ, ડ્રગ્સ પણ લીધું', જાણો કોણે કર્યો આવો સનસનીખેજ દાવો
ડેઈલી મેઇલના અહેવાલ મુજબ બરાક ઓબામા વિશે આવો દાવો કરનાર વ્યક્તિનું નામ લેરી સિંકલેર છે. જેનો દાવો છે કે ઓબામા સેક્સ કરતા પહેલા સિગારેટ પીતા હતા

Barack Obama: અમેરિકા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને લઇને સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. બરાક ઓબામા વિશે એક વ્યક્તિએ ચોંકાવનારો દાવો કર્યો છે. આ શખ્સનો દાવો છે કે તેને બરાક ઓબામા સાથે સેક્સ માણ્યુ હતું. તેણે પૂર્વ રાષ્ટ્રપતિ સાથે ડ્રગ્સનું સેવન પણ કર્યું છે. વાસ્તવમાં, આ સનસનીખેજ ખુલાસો એક વ્યક્તિએ ફૉક્સ ન્યૂઝના ભૂતપૂર્વ એન્કર ટકર કાર્લસન સાથેના ઇન્ટરવ્યૂમાં કર્યો છે.
ડેઈલી મેઇલના અહેવાલ મુજબ બરાક ઓબામા વિશે આવો દાવો કરનાર વ્યક્તિનું નામ લેરી સિંકલેર છે. જેનો દાવો છે કે ઓબામા સેક્સ કરતા પહેલા સિગારેટ પીતા હતા, આટલું જ નહીં તેને ડ્રગ્સની લત પણ લાગી ગઈ છે. રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિએ 2008માં અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પણ આ પ્રકારના દાવા કર્યા છે, જોકે આ દાવાઓને અમેરિકન મીડિયાએ મોટાભાગે ફગાવી દીધા હતા કારણ કે બરાક ઓબામા રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી રહ્યાં હતા.
સોશ્યલ મીડિયા પર એક ક્લિપ થઇ વાયરલ -
કાર્લસને આ મુલાકાતની ટૂંકી ક્લિપ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી છે. સાથે જ તેણે કહ્યું છે કે, આખો વીડિયો બુધવારે સાંજે રિલીઝ કરવામાં આવશે. X (અગાઉ ટ્વિટર) પર એક મિનિટની ક્લિપ પૉસ્ટ કર્યાના માત્ર એક કલાકની અંદર તેને લગભગ 4 મિલિયન વખત જોવામાં આવી છે. સિંકલેરે કહ્યું કે, તે નવેમ્બર 1999માં શિકાગો બારની બહાર ઓબામાને મળ્યો હતો.
A man who claims he had sex with Barack Obama in 1999 tells his story.
— Tucker Carlson (@TuckerCarlson) September 5, 2023
Wednesday. 6pm ET. pic.twitter.com/iDYMSww1KS
બે વાર બરાક ઓબામા સાથે માણ્યુ સેક્સ -
સિંકલેયરે દાવો કર્યો કે બરાક ઓબામાની સાથે તેમની બે વાર યૌન સંબંધના સિલસિલામાં મુલાકાત થઇ અને તેમને એક સાથે કોકીનનું સેવન કર્યુ. તેમને વધુમાં દાવો કર્યો કે તેને બરાક ઓબામાને કોકેઈન ખરીદવા માટે 250 ડૉલર આપ્યા હતા. ટકર કાર્લસને સિંકલેરને ટાંકીને દાવો કર્યો હતો કે બરાક ઓબામા પુરુષો સાથે સેક્સ માણતા હતા અને ક્લાસ A ડ્રગ્સનું સેવન કરતાં હતા.
2008માં, સિંકલેરે નેશનલ પ્રેસ ક્લબમાં તેના આરોપો શેર કર્યા હતા અને બાદમાં 2009માં એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમને એવો પણ દાવો કર્યો હતો કે ઓબામાના એક ચર્ચ ગાયક નિર્દેશક સાથે સમલૈંગિક સંબંધો હતા, કથિત રીતે ડિસેમ્બર 2007માં તેની હત્યા કરવામાં આવી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે 2008ની ચૂંટણી દરમિયાન વૉશિંગ્ટન પ્રેસ કૉર્પ્સે તેમની સ્ટૉરીની હકીકત કેમ તપાસી ના હતી, ત્યારે સિંકલેરે જવાબ આપ્યો કે જો મીડિયા ખરેખર લોકોને સત્ય કહેવાની કાળજી લે તો તે એક સ્ટૉરી હશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
