શોધખોળ કરો
Advertisement
નાગરિકતા સુધારા બિલ સામે અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા આયોગે અમિત શાહ પર પ્રતિબંધની કરી માંગ
નાગરિકતા સંશોધન બિલ સોમવારે રાતે લોકસભામાં પાસ થઈ ગયું છે. મતદાનમાં બિલના પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા હતા. જેની પર લગભગ 14 કલાક સુધી હોબાળો થયો હતો. વિપક્ષી પાર્ટીઓએ બિલને ધર્મના આધારે ભેદભાવ કરનારું ગણાવ્યું હતું.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ સોમવારે રાતે લોકસભામાં પાસ થઈ ગયું છે. જેને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમેરિકાના એક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચે (USCIRF) પણ નારાજગી વ્યક્ત કરી છે. ધાર્મિક સ્વતંત્રતા પંચે ગૃહમંત્રી અમિત શાહ પર પ્રતિબંધ લગાવવા અમેરિકન સરકારને ભલામણ કરી છે.
ધાર્મિક સ્વતંત્રતા પંચ અનુસાર, ભારત સરકારનું પ્રસ્તાવિત નાગરિકતા સુધારા વિધેયક ધાર્મિક સ્વતંત્રતા માટે હાનિકારક છે. જો સંસદના બંને ગૃહો આ બિલને પસાર કરશે તો ગૃહમંત્રી અમિત શાહ અને સંબંધિત નેતાઓ સામે પ્રતિબંધ મૂકવાની આ પંચે અમેરિકન સરકારનને માંગ કરી છે.
દેશભરમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ, આગચંપી-પથ્થરમારો, દુકાનો બંધ કરાવીને રસ્તાં પર ઉતર્યા લોકો, જુઓ તસવીરો
વિદેશ મંત્રાલયે કહ્યું આ આયોગે આપેલા નિવેદનની અમે નિંદા કરીએ છીએ. USCIRF દ્વારા જે રીતે નિવેદન આપવામાં આવ્યું છે, તે ખૂબજ હેરાન કરનારું છે. કારણ કે તેનો રેકોર્ડ જ આવો રહ્યો છે. સંગઠને જમીની જાણકારીનો અભાવ બાદ પણ આવું નિવેદન આપ્યું જે બિન-જવાબદાર છે.
નાગરિકતા બિલ પર શિવસેના લેશે યૂ-ટર્ન? સંજય રાઉતનું મોટું નિવેદન વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નાગરિકતા સુધાર વિધેયક અને NRC ની પ્રક્રિયા કોઈ પણ ધર્મનું પાલન કરનાર ભારતીય નાગરિકની નાગરિકતાને ખતમ કરનારું નથી. આ બિલ તે ધાર્મિક અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા આપે જે પહેલેથી જ ભારતમાં વસેલા છે. ભારતે આ નિર્ણય માનવાધિકારને ધ્યાનમાં રાખીને કર્યો છે. આ પ્રકારના નિર્ણયનું સ્વાગત કરવું જોઈએસ, ના કે વિરોધ કરવો જોઈએ. રવીશ કુમારે કહ્યું કે નારિકતા સંશોધન બિલ કોઈ પણ રીતે ભારતમાં રહેતા લોકોને પ્રભાવિત કરતું નથી. આયોગ પોતાના નિવેદનમાં જે કહ્યું છે તે કોઈ પણ પ્રકારે સાચું નથી. તમામ દેશને પોતાની પૉલીસી પ્રમાણે કાયદો બનાવવાનો અધિકાર છે. જેમાં અમેરિકા પણ સામેલ છે.USCIRF is deeply troubled by the passage of the Citizenship (Amendment) Bill (CAB) in the Lok Sabha. The CAB enshrines a pathway to citizenship for immigrants that specifically excludes Muslims, setting a legal criterion for citizenship based on religion.https://t.co/E8DafI6HBH
— USCIRF (@USCIRF) December 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement