(Source: Poll of Polls)
Covid 19 : ભારત સહિત દુનિયાના 22 દેશોમાં કોરોના બન્યો ઘાતક, ફરી લોકડાઉનના એંધાણ?
કોરોના વાયરસના નવા પ્રકારે ભારત સહિત વિશ્વભરના વૈજ્ઞાનિકોને ફરી એકવાર ડરાવવાનું શરૂ કર્યું છે.
Corona Cases in India: કોરોના વાયરસના નવા પ્રકારે ભારત સહિત વિશ્વભરના વૈજ્ઞાનિકોને ફરી એકવાર ડરાવવાનું શરૂ કર્યું છે. કોરોનાના આ નવા વેરિઅન્ટનું નામ ઓક્ટુરસ છે અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અમે હજુ તેની સાથે વ્યવહાર કરવા તૈયાર નથી. ઓક્ટુરસ વેરિઅન્ટને XBB.1.16 તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને વૈજ્ઞાનિકો સતત ચેતવણી આપી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ઓક્ટુરસ ટૂંક સમયમાં સમગ્ર વિશ્વમાં સૌથી શક્તિશાળી વેરિએંટ બની જશે. ચાલો જાણીએ કે કોરોનાનું આ નવું સ્વરૂપ કેટલું ખતરનાક છે...
ભારતમાં કોવિડ કેસનો નવો પ્રકાર વધી રહ્યો
વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, ઓમિક્રોનનું આ સબ-વેરિઅન્ટ અગાઉના સ્ટ્રેન કરતાં વધુ આક્રમક હોઈ શકે છે. આનું કારણ સ્પાઇક પ્રોટીન મ્યુટેશન છે. આ નવા વેરિઅન્ટની બાળકો પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. બાળકો નેત્રસ્તર દાહનો શિકાર બની રહ્યા છે. હાલમાં ભારતમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થયો છે. ભારતમાં દર અઠવાડિયે 11,109 નવા કેસ નોંધાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ઓક્ટુરસ વેરિયન્ટને કારણે છે. આ કોવિડ સ્ટ્રેને હવે ભારત, બ્રિટન સહિત વિશ્વના 22 દેશોમાં દેખા દીધા છે. તેના ફેલાવાનો સિલસિલો ચાલુ છે જેના કારણે વૈજ્ઞાનિકો ટેંશનમાં આવી ગયા છે.
વિશ્વમાં કોરોના ટેસ્ટિંગમાં ઘટાડો
યુકેના વાઈરોલોજિસ્ટ પ્રોફેસર લોરેન્સ યંગે ધ ઈન્ડિપેન્ડન્ટને જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ નવા વેરિએન્ટનો જન્મ થાય છે, ત્યારે તમારે એ શોધવું પડશે કે તે પહેલા કરતા વધુ ચેપી છે કે કેમ? શું તે વધુ રોગ પેદા કરે છે અથવા તે વધુ રોગકારક છે? આ જેવી બાબતો જીનોમિક સર્વેલન્સનું મહત્વ દર્શાવે છે. તેમણે સલાહ આપી હતું કે, ત્યાં સુધી આપણે ખાતરી કરી શકતા નથી કે કયો વેરિએંટ ફરતો થઈ રહ્યો છે અને તેના કારણે ચેપનું કોઈ સ્તર થઈ રહ્યું છે. જ્યાં સુધી તે વ્યાપક ફાટી નીકળે નહીં ત્યાં સુધી આ જાણી શકાશે નહીં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટેસ્ટ, વેક્સિન કરાવવા અને ચેપનું કારણ શોધવાની દુનિયાની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
શું ફરીથી લાદવા પડશે પ્રતિબંધ?
વૈજ્ઞાનિકોએ કહ્યું કે આનો અર્થ એ છે કે, જો કોવિડનો આ જીવલેણ પ્રકાર વિશ્વમાં વધે છે, તો આપણે તેના માટે તૈયાર નહીં હોઈએ. આ સ્થિતિમાં આ વેરિએંટને ટાળવા આપણે વધુ કડક પ્રતિબંધ લાદવો પડી શકે છે. ઓક્સફોર્ડ વેરિએન્ટના રિપોર્ટ અનુસાર, યુરોપમાં 2022ની શરૂઆતમાં ટેસ્ટિંગનો દર ઘટીને 613 પ્રતિ 1000 લોકો પર આવી ગયો હતો, જે હવે ખૂબ જ નીચે આવી ગયો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 5 અબજ લોકો કોરોનાની રસી મેળવી ચૂક્યા છે. આ રસી થોડા મહિનામાં ચેપ અટકાવવામાં અસરકારક છે. જો કે હજુ પણ 30 ટકા લોકો કોરોનાની રસીથી વંચિત છે.