Pakistan: ઇમરાન ખાનની વધી મુશ્કેલી, એન્ટી ટેરર એક્ટમાં અરેસ્ટ વોરન્ટ જાહેર
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે
Imran Khan May Be Arrested: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે. ઈમરાન ખાન વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20 ઓગસ્ટે ઈમરાન ખાને આઈજી અને જજને ધમકી આપી હતી, ત્યારબાદ ઈમરાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. મોડી રાત્રે ઈસ્લામાબાદના આઈજી દ્વારા ધરપકડ વોરંટ જાહેર કરવાની માહિતી આપવામાં આવી છે.
ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં 20 ઓગસ્ટે શાહબાઝ ગિલની ધરપકડના વિરોધમાં રેલી યોજી હતી. આ રેલીમાં હજારો લોકો જોડાયા હતા. આ રેલીનું પ્રસારણ તમામ ટીવી ન્યૂઝ ચેનલો દ્વારા કરવામાં આવ્યું હતું. રેલીમાં ભાષણ દરમિયાન ઈમરાન ખાને ઈસ્લામાબાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ન્યાયાધીશને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું.
Pakistan | Police have tightened security on road leading to former PM & PTI chairman Imran Khan's residence, reports ARY News
— ANI (@ANI) August 21, 2022
Terrorism case filed against Khan under anti-terrorism for threatening an addl session judge. Unusual movement seen around Banigala, as per local media pic.twitter.com/MijF1C7aNR
આ પહેલા પાકિસ્તાનની ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA)એ મોટી કાર્યવાહી કરી હતી. PEMRAએ સેટેલાઇટ ટીવી ચેનલ પર ઇમરાન ખાનના લાઇવ ભાષણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે તેમનું રેકોર્ડેડ ભાષણ અને નિવેદન પણ ચેક કરીને ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી તેમાં કોઈ વાંધાજનક સામગ્રી ન હોય. PEMRA દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'એવું જોવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના પ્રમુખ ઈમરાન ખાન તેમના નિવેદનો અને ભાષણોમાં સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેમના આવા ભાષણો દેશમાં શાંતિ માટે ખતરો છે. ઓર્ડરની નકલમાં ઈમરાન ખાનના ભાષણનો એક ભાગ ફારસી ભાષામાં લખવામાં આવ્યો છે, જેમાં અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં આને કલમ 19નું ઉલ્લંઘન માનવામાં આવે છે. રેકોર્ડેડ સ્ટેટમેન્ટ પણ એડિટ કર્યા બાદ જાહેર કરવામાં આવશે. આ બાબતને આધાર તરીકે ધ્યાનમાં લેતા પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA) ઓર્ડિનન્સ, 2002ની કલમ 27(a) હેઠળ ઈમરાન ખાનને સેટેલાઈટ ટીવી ચેનલ પર લાઈવ સ્પીચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તાત્કાલિક અસરથી આપવામાં આવી હતી. આ સાથે, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રેકોર્ડ કરેલા નિવેદનો અને ભાષણોની પણ તપાસ કરવામાં આવશે. જ્યારે ભારતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો ત્યારે ઈમરાન ખાને ભારતના વખાણ કર્યા હતા, તો ઈમરાન ખાને તેને ભારતની સ્વતંત્ર નીતિ ગણાવી હતી.