(Source: ECI/ABP News/ABP Majha)
Gurpatwant Singh Pannu: ભારતના મોસ્ટ વોન્ટેડનું અમેરિકામાં મોત, કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહનું એક્સિડન્ટમાં મૃત્યુ થયાનો દાવો
ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના કુખ્યાત નેતા ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Gurpatwant Singh Pannu: કુખ્યાત શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ખાલિસ્તાનની માંગ માટે ભારત વિરુદ્ધ ઝેર ઑક્તો હતો. તેના કહેવા પર વિશ્વના ઘણા દેશોમાં ભારતીય દૂતાવાસો, નાગરિકો અને હિંદુ મંદિરો પર હુમલા થયા છે.તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI પાસેથી પણ ફંડ મેળવતો હતો.
ભારતના મોસ્ટ વોન્ટેડનું અમેરિકામાં મોત
ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના કુખ્યાત નેતા ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં હાઈવે 101 પર તેમની કારનો અકસ્માત થયો હતો. જોકે, તેમના મૃત્યુની ઔપચારિક પુષ્ટિ થવાની બાકી છે. એવું કહેવાય છે કે પન્નુ લાંબા સમય સુધી ભૂગર્ભમાં રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતો. તેને ડર હતો કે ખાલિસ્તાની આતંકવાદીઓ હરદીપ સિંહ નિજ્જર, અવતાર સિંહ ખાંડાની જેમ તેને પણ નિશાન બનાવી શકાય છે. ગુરપતવંત સિંહ પન્નુ સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો અને ખાલિસ્તાનની સ્થાપનાની બડાઈ મારતો હતો.
Khalistani terrorist Gurpatwant Singh Pannu, founder of SFG, who was hiding after the death of his close aid, has died in a road accident.
Enemies of India meet their fate. pic.twitter.com/Wz71Xc2RPu — BALA (@erbmjha) July 5, 2023
પન્નુને ભારતમાં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે
ભારત સરકારે 1 જુલાઈ 2020ના રોજ UAPA કાયદા હેઠળ તેને આતંકવાદી જાહેર કર્યો છે. જુલાઈ 2020માં પંજાબ પોલીસે પન્નુ વિરુદ્ધ અમૃતસર અને કપૂરથલામાં રાજદ્રોહના કેસ નોંધ્યા હતા. પન્નુ અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાલિસ્તાનને લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. તેણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડને તેના કહેવાતા ખાલિસ્તાનમાં સામેલ કરવાની ધમકી પણ આપી હતી. પન્નુના કહેવા પર તેની સંસ્થા શીખ્સ ફોર જસ્ટિસના આતંકવાદીઓએ વિશ્વભરમાં હિન્દુ મંદિરો, ભારતીય દૂતાવાસો અને નાગરિકોને નિશાન બનાવ્યા છે.
આતંકવાદી પન્નુનો જન્મ અમૃતસરમાં થયો હતો
ગુરપતવંત સિંહ પન્નુનો જન્મ અમૃતસરના ખાનકોટ ગામમાં થયો હતો. બાદમાં તે કમાણી કરવા માટે વિદેશ ગયો હતો અને ISIની મદદથી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે વિદેશમાં રહેતા શીખોને ખાલિસ્તાનની તરફેણમાં ઉશ્કેર્યા હતા. એટલું જ નહીં તેણે પાકિસ્તાની ISI પાસેથી મળેલા પૈસાથી ભારતમાં હિંસા ફેલાવવાનું ષડયંત્ર પણ રચ્યું હતું.
પૈસાની લાલચ આપીને યુવાનોને ગેરમાર્ગે દોરતો હતો
પન્નુ નિર્દોષ યુવકોને પૈસાની લાલચ આપીને ગેરમાર્ગે દોરતો હતો. તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને ખાલિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો પાસેથી પૈસા મેળવતો હતો. તેણે તેનો ઉપયોગ આતંક ફેલાવવા અને ખાલિસ્તાન પર નકલી જનમત યોજવા માટે કર્યો હતો.