(Source: ECI/ABP News/ABP Majha)
Iran Israel Tensions: ઈરાની સંસદમાં લાગ્યા ઈઝરાયલ મુર્દાબાદના નારા, હુમલાની કરી ઉજવણી, જુઓ વીડિયો
Iran Israel war: રવિવારે (14 એપ્રિલ) મધ્ય પૂર્વમાં એક નવું યુદ્ધ શરૂ થયું છે. ઈરાને 300 થી વધુ ડ્રોનનો ઉપયોગ કરીને ઈઝરાયેલ પર હવાઈ હુમલા કર્યા હતા. આટલું જ નહીં ઈરાની સંસદમાં પણ આ હુમલાની ઉજવણી કરવામાં આવી હતી.
Iran Israel war: રવિવારે (14 એપ્રિલ) મધ્ય પૂર્વમાં એક નવું યુદ્ધ શરૂ થયું છે. ઈરાને 300 થી વધુ ડ્રોનનો ઉપયોગ કરીને ઈઝરાયેલ પર હવાઈ હુમલા કર્યા હતા. આટલું જ નહીં ઈરાની સંસદમાં પણ આ હુમલાની ઉજવણી કરવામાં આવી હતી. સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર થયેલા હુમલા બાદ ઈરાને ઈઝરાયેલ પર 300થી વધુ ડ્રોન અને મિસાઈલ વડે હવાઈ હુમલા કર્યા હતા. આ પછી બંને દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષની શક્યતાઓ છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઈરાનના હુમલાને રોકી દેવામાં આવ્યો છે.
Members of the Iranian parliament celebrating last night attack on Israel and chanting: "Death to Israel!"
— David Saranga (@DavidSaranga) April 14, 2024
One thing is clear:
We are strong, resilient and we will 𝐧𝐞𝐯𝐞𝐫 𝐠𝐢𝐯𝐞 𝐢𝐧 𝐭𝐨 𝐭𝐞𝐫𝐫𝐨𝐫.
Those who harm the people of Israel will pay the price. pic.twitter.com/1OXpFbLbWD
અહીં, ઇઝરાયેલે લેબનોનમાં હુમલો કરીને હિઝબુલ્લા સાથે જોડાયેલા સંગઠનના ઠેકાણાઓને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. આ બધાની વચ્ચે ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ બાઘેરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે દાવો કર્યો કે ઓપરેશન સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે અને ઈરાન તેને આગળ લઈ જવા માંગતું નથી. તેણે ઈઝરાયેલને ચેતવણી પણ આપી હતી.
ઈરાને કહ્યું- અમે વધુ હુમલા કરવા માંગતા નથી
ઈરાનના ચીફ ઑફ સ્ટાફ મેજર જનરલ બઘેરીએ કહ્યું, ઓપરેશન (ઈઝરાયેલ પર હવાઈ હુમલો) સફળતાપૂર્વક પૂર્ણ થયું. ઈરાન આ ઓપરેશનને પૂર્ણ માને છે અને તેને આગળ ચાલુ રાખવાનો ઈરાદો નથી. જો કે, જો ઈઝરાયેલ જવાબમાં કંઈક કરે છે, તો અમારું આગામી ઓપરેશન આના કરતાં ઘણું મોટું અને વધુ વ્યાપક હશે.
ઈરાની સંસદમાં ઉજવણી
ઈઝરાયેલ પર હવાઈ હુમલા બાદ ઈરાનની સંસદમાં ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ઈઝરાયેલને ચેતવણી પણ આપવામાં આવી હતી. ઈરાની મીડિયા અનુસાર, સંસદના સ્પીકર (મજલિસ)એ કહ્યું કે જો ઈઝરાયેલ અથવા તેના સમર્થકો દ્વારા કોઈ પણ પ્રકારનો હુમલો અથવા અન્ય પ્રકારની ઉદ્ધતાઈ કરવામાં આવશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
હુમલા બાદ ઈઝરાયેલે શું કહ્યું?
'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલમાં ઈઝરાયેલના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈરાન તરફથી 185 ડ્રોન, 110 સપાટીથી સપાટી પર માર કરનાર મિસાઈલો અને 36 ક્રુઝ મિસાઈલ છોડવામાં આવી છે. જોકે, ઈઝરાયેલનો દાવો છે કે ઈરાનના હુમલાથી લશ્કરી થાણાને નજીવું નુકસાન થયું હતું અને તેની વધુ અસર થઈ નથી. જોકે, અધિકારીએ હજુ સુધી ઈઝરાયેલની રણનીતિ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા પર કહ્યું કે અમે ઈરાની ડ્રોન અને મિસાઈલોને રોક્યા છે. હુમલાઓ બ્લોક કરી દીધો છે. અમે સાથે મળીને વિજય હાંસલ કરીશું.