શોધખોળ કરો

Jail For Heart Emoji: ચેટ પર મહિલાઓને 'હાર્ટ' ઈમોજી મોકલવી ભારે પડશે, થશે બે વર્ષની જેલ!

Jail For Sending Heart Emoji: શું તમે પણ મહિલાઓને હાર્ટ ઇમોજી મોકલો છો? જો હા, તો તમારે જાણવું જોઈએ કે આમ કરવાથી જેલ થઈ શકે છે.

Imprisonment For Heart Emoji: સોશિયલ મીડિયાના યુગમાં, લોકો એકબીજા સાથે વાત કરતી વખતે તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે ઇમોજીનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો હસતા અને કેટલાક ઉદાસ હોવાના ઈમોજી મોકલીને સામેની વ્યક્તિને કહે છે કે તેઓ કેવું અનુભવી રહ્યા છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે જે પ્રેમ અથવા લાગણી વ્યક્ત કરવા માટે હાર્ટ ઇમોજી મોકલે છે. પરંતુ હવે આમ કરવું અપરાધની શ્રેણીમાં આવી શકે છે અને આ માટે જેલ જવું પડી શકે છે.

વાસ્તવમાં, ખાડીના બે ઇસ્લામિક દેશો કુવૈત અને સાઉદી અરેબિયામાં હવે મહિલાને હાર્ટ ઇમોજી મોકલવી મુશ્કેલ બની શકે છે. બંને દેશોના અધિકારીઓનું કહેવું છે કે મહિલાઓને હાર્ટ ઈમોજી મોકલનારાઓને હવે બે વર્ષની જેલની સજા થઈ શકે છે. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા વોટ્સએપ પર મહિલા કે યુવતીને હાર્ટ ઈમોજી મોકલવાને ગુનો ગણવામાં આવશે. આને બદનામી માટે ઉશ્કેરણી તરીકે જોવામાં આવશે.

સજાની જોગવાઈ શું છે?

કુવૈતના વકીલ હયા અલ સાલાહીએ કહ્યું છે કે જે લોકો આ કાયદાનો ભંગ કરશે અને દોષિત ઠરશે તેમને બે વર્ષની જેલની સજા ભોગવવી પડશે. એટલું જ નહીં પરંતુ તેના પર 2000 કુવૈતી દિનાર (5.38 લાખ રૂપિયા)નો દંડ પણ લગાવવામાં આવશે. આપણે કુવૈત વિશે વાત કરી, હવે સાઉદી અરેબિયાની વાત કરીએ.

સાઉદી અરેબિયામાં જો કોઈ વ્યક્તિ હાર્ટ ઈમોજી મોકલતો પકડાય તો તેને બેથી પાંચ વર્ષની જેલ થઈ શકે છે. આ સિવાય દોષિત વ્યક્તિને 1 લાખ સાઉદી રિયાલ (22 લાખ રૂપિયા)નો દંડ પણ ભરવો પડી શકે છે. જો કે, તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ નિયમ ફક્ત કુવૈત અને સાઉદી અરેબિયામાં રહેતા લોકો માટે છે.

હાર્ટ ઇમોજી મોકલવી એ હેરાનગતિ

સાઉદી સાયબર ક્રાઈમના નિષ્ણાતોએ કહ્યું છે કે વોટ્સએપ પર કોઈપણ યુવતી કે મહિલાને હાર્ટ ઈમોજી મોકલવાને હેરાનગતિ ગણવામાં આવશે. સાઉદી એન્ટી-ફ્રોડ એસોસિએશનના સભ્ય અલ મોતાજ કુતબીએ જણાવ્યું હતું કે જો કોઈ પીડિત ઈમોજી અથવા ઓનલાઈન વાતચીત દરમિયાન ઉપયોગમાં લેવાતા ચિત્રો પર કેસ દાખલ કરે છે, તો તેને મોકલનાર વ્યક્તિને સજા થઈ શકે છે. સાઉદી અરેબિયામાં જો કોઈ વ્યક્તિ વારંવાર આ ગુનો કરે છે તો તેની સજા પાંચ વર્ષની થઈ શકે છે જ્યારે દંડ 66 લાખ રૂપિયા સુધી વધી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget