Lizz Truss New UK PM: લિઝ ટ્રસ બન્યા બ્રિટનના પ્રધાનમંત્રી, ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવ્યા
બ્રિટનના વડાપ્રધાન પદ માટે લિઝ ટ્રસે ચૂંટણી જીતી છે. તેણે ભારતીય મૂળના સાંસદ ઋષિ સુનકને હરાવ્યા છે. લિઝ ટ્રસ થેરેસા મે અને માર્ગારેટ થેચર પછી બ્રિટનના ત્રીજા મહિલા વડા પ્રધાન બન્યા છે.

Britain PM Election Result:બ્રિટનના વડાપ્રધાન પદ માટે લિઝ ટ્રસે ચૂંટણી જીતી છે. તેણે ભારતીય મૂળના સાંસદ ઋષિ સુનકને હરાવ્યા છે. લિઝ ટ્રસ થેરેસા મે અને માર્ગારેટ થેચર પછી બ્રિટનના ત્રીજા મહિલા વડા પ્રધાન બન્યા છે. પીએમ ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન શુક્રવારે સમાપ્ત થયું. ચૂંટણી પરિણામો પહેલા આવેલા પ્રી-પોલ સર્વેમાં ઋષિ સુનકને લિઝ ટ્રસની પાછળ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
UK Foreign Secretary Liz Truss becomes the new British Prime Minister, succeeds ousted Boris Johnson; defeats rival Rishi Sunak pic.twitter.com/6mrSLHkjqo
— ANI (@ANI) September 5, 2022
બ્રિટનના નવા પીએમ પદ માટેની ચૂંટણી જુલાઈમાં શરૂ થઈ હતી જ્યારે બોરિસ જ્હોન્સને તેમની સરકારમાં અનેક કૌભાંડો અને મંત્રીઓના રાજીનામા બાદ પીએમ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પીએમ પદ પરથી બોરિસ જોન્સનના રાજીનામા બાદ લગભગ બે મહિનાથી ચાલી રહેલી કવાયતનો આજે અંત આવ્યો અને બ્રિટનને નવા પીએમ મળ્યા.
ચૂંટણી પરિણામો પહેલા, ઋષિ સુનકે રવિવારે કહ્યું હતું કે જો તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની રેસમાં હારી જશે તો તેઓ આગામી સરકારને સહકાર આપશે. પરિણામો જાહેર થયા પહેલા બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતીય મૂળના યુકેના ભૂતપૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે જો તેઓ વિદેશ મંત્રી લિઝ ટ્રસ સામે હારી જાય તો તેઓ સંસદના સભ્ય તરીકે રહેશે.
જ્યારે ઋષિ સુનકને તેમની ભાવિ યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, "હું કન્ઝર્વેટિવ સરકારને દરેક રીતે ટેકો આપવા માટે આતુર છું."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
