યુરોપ ગયેલી પુતિનની ગર્લફ્રેન્ડ યુદ્ધના કારણે ફસાઇ ગઇ, ત્યાંના લોકો હવે કરી રહ્યાં છે એવી માંગ કે...............
કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિનની ગર્લફ્રેન્ડ અલીના કબાઇવા સ્વિત્ઝર્લેન્ડ (Switzerland) માં કોઇ સુરક્ષિત સ્થાન પર છે
નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન (Russia-Ukraine War) વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સિક્રેટ ગર્લફેન્ડ માટે મુસીબત બની ગયુ છે. પુતિનની ગર્લફ્રેન્ડ અલીના કબાઇવા (Vladimir Putin Girlfriend Alina Kabaeva) ફંસાઇ ગઇ છે.
ખરેખરમાં અલીના કબાઇવા સ્વિત્ઝર્લેન્ડમાં ફંસાઇ હોવાની વાતો સામે આવી રહી છે. કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિનની ગર્લફ્રેન્ડ અલીના કબાઇવા સ્વિત્ઝર્લેન્ડ (Switzerland) માં કોઇ સુરક્ષિત સ્થાન પર છે. આ બધાની વચ્ચે અલીનાને દેશની બહાર કાઢવાની માંગ કરવામાં આવી રહી છે. ખબર છે કે સ્વિત્ઝર્લેન્ડમાં કેટલાક કાર્યકર્તાઓએ એક અરજી દાખલ કરી છે, જેમાં પુતિનની ગર્લફ્રેન્ડને દેશમાંથી બહાર કાઢી મુકવાની માંગ સામેલ છે.
અલીનાના પુતિનના ત્રણ બાળકોની માં પણ બતાવવામાં આવી રહી છે. એક ખેલાડી તરીકે અલીનાના નામે કેટલાય ખિતાબ અને મેડલ છે, પરંતુ પુતિન સાથે નામ જોડાયા બાદ તેનુ જીવન એકદમ બદલાઇ ગયુ છે. હવે તે રશિયા-યૂક્રેન વચ્ચેના યુદ્ધમાં બરાબરની ફસાઇ ગઇ છે કેમ કે તેનો સંબંધ યૂક્રેનન યુદ્ધમાં ધકેલનારા પુતિન સાથે છે.
પુતિનની જેમ જ ખુબ ચર્ચાસ્પદ છે તેની કથિત ગર્લફ્રેન્ડ, જાણો કોણ છે એ યુવતી-
કોણ છે પુતિનની કથિત ગર્લફ્રેન્ડ?
69 વર્ષીય પુતિનની ગર્લફ્રેન્ડ મીડિયામાં ઘણી વખત ચર્ચામાં રહી છે. રિપોર્ટ અનુસાર, પુતિનની કથિત ગર્લફ્રેન્ડ પૂર્વ જિમ્નાસ્ટ એલિના કાબેવા છે અને તેને જોડિયા બાળકો પણ છે. એલિનાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે એલીના પણ રાજકારણમાં સક્રિય છે. એલીનાનો જન્મ 1983 માં ઉઝબેકિસ્તાનમાં થયો હતો. તે સમયે ઉઝબેકિસ્તાન સોવિયત સંઘનો ભાગ હતો. એલિનાએ 2000માં સિડની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને 2004 એથેન્સ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એલિનાએ 14 વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ અને 21 વખત યુરોપિયન ચેમ્પિયનશિપ મેડલ જીત્યા છે. તે 2007 થી 2014 સુધી સાંસદ રહી હતી.
2008માં પ્રથમ વખત પુતિન સાથે જોડાયું નામ
એલિના અને પુતિન વચ્ચેનો સંબંધ પહેલીવાર 2008માં સામે આવ્યો હતો. 2013માં જ્યારે પુતિને તેની પત્નીથી છૂટાછેડા લીધા ત્યારે એલિના અને પુતિનના સંબંધોની ફરી એકવાર ચર્ચા થવા લાગી. 2018માં તેનો બેબી બમ્પ સામે આવ્યો, ત્યારબાદ તેમના સંબંધોની ચર્ચા થવા લાગી. એપ્રિલ 2019માં એલિનાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, કેટલાક અહેવાલો દાવો કરે છે કે આ બાળકો પુતિનના છે.