શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Russia Ukraine War: કિવમાં ફરી એક વખત એયર રેડ એલર્ટ, લોકોને સુરક્ષિત બહાર કાઢવા ગ્રીન કોરિડોર બનાવશે યુક્રેન

Russia Ukraine War: યુક્રેનની રાજધાની કિવમાં ફરીથી હવાઈ હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, લોકોને એલર્ટ કરવા માટે સતત સાયરન વગાડવામાં આવી રહી છે.

Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે સતત દસમા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. યુદ્ધના મેદાનમાંથી મોટા સમાચાર એ છે કે યુક્રેનની રાજધાની કિવમાં ફરીથી હવાઈ હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, લોકોને એલર્ટ કરવા માટે સતત સાયરન વગાડવામાં આવી રહ્યા છે. યુક્રેને ફરી એકવાર લોકોને યુદ્ધના મેદાનમાંથી બહાર કાઢવા માટે ગ્રીન કોરિડોર બનાવવાની વાત કરી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ત્યારે જ શક્ય છે જ્યારે રશિયા યુદ્ધવિરામ માટે સંમત થાય. યુક્રેનનું કહેવું છે કે યુદ્ધવિરામ વિના લોકોને યુક્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાનું શક્ય બનશે નહીં.

રશિયાએ યુક્રેન પર અઠવાડિયામાં છોડી 500થી વધુ મિસાઈલ

રશિયા યુક્રેન પર કબ્જો જમાવવા આક્રમક બની ગયું છ. આ દરમિયાન આજે અમેરિકાના પેન્ટાગોનના અધિકારીએ, યુક્રેનના ધ કિવ ઈન્ડીપેન્ડેન્ટને જણાવ્યું કે, રશિયાએ યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ શરૂ કર્યું ત્યારથી અઠવાડિયામાં 500 થી વધુ મિસાઇલો છોડી છે. રશિયા દરરોજ લગભગ બે ડઝન વિવિધ પ્રકારની મિસાઇલો છોડી રહ્યું રહ્યું છે.

પુતિનનો નવો પ્લાન, યુક્રેનવાસીઓને જાહેરમાં ફાંસી આપવાની યોજના બનાવી રહ્યું હોવાના દાવાથી ખળભળાટ

રશિયાની યોજના અંગે મોટો ખુલાસો થયો છે. રશિયા યુક્રેનમાં મનોબળ તોડવા માટે જાહેરમાં ફાંસીની યોજના બનાવી રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, લીક થયેલા દસ્તાવેજો સૂચવે છે કે રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે લોકોનું નિરાશ કરવા માટે યુક્રેનિયન શહેરોમાં જાહેરમાં ફાંસીની સજા આપવાની યોજના બનાવી છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે ખૂબ જ ગંભીર અને ઘાતક પ્લાન તૈયાર કર્યો છે. રશિયા મનોબળ તોડવાના પ્રયાસમાં યુક્રેનિયન શહેરોમાં યુક્રેનિયનોને ખુલ્લેઆમ ફાંસી આપવાની યોજનાને અમલમાં મૂકી શકે છે.

રશિયા જાહેરમાં ફાંસી આપવાની યોજના ધરાવે છે

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક અનામી યુરોપીયન ગુપ્તચર અધિકારીના જણાવ્યા અનુસાર, રશિયા વિરોધીઓ પર તોડફોડ કરવા માટે જાહેર ફાંસીની યોજનાને અંજામ આપી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના લોકોના મનોબળને તોડવાનો છે.

રિપોર્ટર કિટ્ટી ડોનાલ્ડસને ટ્વિટ કર્યું, "એજન્સી યુક્રેનિયન લોકોનું મનોબળ તોડવા માટે હિંસક ટોળાને નિયંત્રણ અને વિરોધીઓની દમનકારી અટકાયતની પણ યોજના બનાવી રહી છે." રશિયન સૈનિકોએ સતત 10મા દિવસે યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. શુક્રવારે યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલાના સમાચાર આવ્યા હતા અને તેમાંથી ધુમાડો નીકળ્યો હતો, જેના પછી દુનિયાભરમાં ચિંતા વધી ગઈ હતી.

 યુક્રેન પર રશિયાનો સતત હુમલો 

તમને જણાવી દઈએ કે રશિયન સૈનિકો યુક્રેનના અલગ-અલગ શહેરોને નિશાન બનાવી રહ્યા છે. મોટી ઈમારતો અને શાળાની ઈમારતો પર પણ હુમલા થઈ રહ્યા છે. ખેરસન શહેરને રશિયન સૈનિકોએ કબજે કરી લીધું છે. જો કે, ઘણી જગ્યાએ આક્રમણકારોને યુક્રેન તરફથી ઉગ્ર પ્રતિકારનો સામનો કરવો પડ્યો છે. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર બંદરીય શહેર માર્યુપોલ પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે ચેર્નિહિવમાં એક એપાર્ટમેન્ટ બ્લોક પર થયેલા હવાઈ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
Embed widget