શોધખોળ કરો

જાણો જાપાનના નવા PM યોશીહિદે સુગા કોણ છે ? શિંજો આબેથી કેટલા અલગ છે ?

71 વર્ષના સુગા શિંજો કેબિનેટના મુખ્ય સચિવ હતા. સુગા શિંજો આબેના ખૂબજ નજીકના સહયોગી રહ્યાં છે. એવામાં સંભાવના છે કે, તેઓ પૂર્વ પીએમ આબેની નીતિઓને યથાવત રાખશે.

ટોક્યો: જાપાનના વડાપ્રધાન પદ પરથી શિંજો આબેના રાજીનામા બાદ યોશીહિદે સુગાને જાપાનના નવા વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અગાઉ દેશના શાસક પક્ષે યોશીહિદે સુગાને પોતાના નવા નેતા તરીકે નિમણૂંક કર્યા હતા. આબેએ ગત મહિનામાં સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. 71 વર્ષના સુગા શિંજો કેબિનેટના મુખ્ય સચિવ હતા. સુગા શિંજો આબેના ખૂબજ નજીકના સહયોગી રહ્યાં છે. એવામાં સંભાવના છે કે, તેઓ પૂર્વ પીએમ આબેની નીતિઓને ચાલું રાખશે. સુગાએ પીએમ બનતા પહેલા 534માંથી 377 વોટ મેળવ્યા હતા અને કંઝર્વેટિવ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીએલ)ના અધ્યક્ષ પદ પર જીત મેળવી હતી. જ્યારે તેના હરીફ અને પૂર્વ રક્ષામંત્રી શીગેરુ ઈશિબાને 68 અને બીજા હરીફને 89 વોટ મળ્યાા હતા. આજે સંસદમાં વોટિંગ બાદ દેશના આગલા વડાપ્રધાન ચૂંટવામાં આવ્યા હતા. તેઓ સપ્ટેમ્બર 2021ની ચૂંટણી સુધે વડાપ્રધાન તરીકે રહેશે. જાપાનની સમાચાર એજન્સી અનુસાર, 71 વર્ષના સુગા કિચી મિયાજાવા બાદ આ પદ સંભાળનાર સૌથી મોટી વયના વડાપ્રધાન છે. સુગાએ કહ્યું કે, આબેની નીતિઓને ચાલુ રાખીશું જેમાં આક્રમક મૌદ્રિક સહજતા, રાજકોષીય પ્રોત્સાહન અને સંરચનાત્મક સુધાાના આબેનોમિક્સ સામેલ છે. આ પ્રયત્ન મંદિથી પ્રભાવિત જાપાની અર્થવ્યવસ્થાને પુર્નજીવિત કરવા માટે છે. યોશીહિદે સુગા ખેડૂત અને અનુભવી રાજનેતાના પુત્ર છે. ટોક્યોમાં સોફિયા વિશ્વવિદ્યાલયમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર ડીન કોઈચી નાકાનો અનુસાર, શિંજો આબે અને અન્ય પાર્ટીના અધ્યક્ષોએ પણ સુગાનું સમર્થન કર્યું હતું. કારણ કે, તેઓ નિરંતરતાને જારી રાખવા માટે સૌથી સારા ઉમેદવાર છે. તેમણે કહ્યું કે, આબે વગર પણ આબે સરકાર ચાલુ રહેશે. જો કે, સુગાને ખૂબજ સક્રિય અને ઉત્સાહી રાજનીતિજ્ઞ માનવામાં નથી આવતા. પરંતુ તેઓ ખૂબજ સક્ષમ અને વ્યવહારિક વ્યક્તિ તરીકે ઓળખાય છે. પીએમ બન્યા બાદ સુગાએ કહ્યું કે, અમે નાણાકીય ખર્ચ અને બુનિયાદી ઢાંચામાં સુધારો લાવવાના માધ્યમથી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું. પરંતુ તે પહેલા આપણે કોરોના વાયરસ જેવી મહામારી સામે લડવાના પગલા લેવા જોઈએ. સુગાએ કોરોના વાયરસનું વ્યાપક ટેસ્ટિંગ કરવા અને 2021 ની શરુઆતમાં જાપાનને વેક્સીન આપવાનું વચન આપ્યું છે. તેમણે ન્યૂનતમ વેતન વધારા, કૃષિ સુધારાને શરુ કરવા અને પર્યટનને પ્રોત્સાહન આપવાનું વચન પણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, શિંજો આબે ગત વર્ષે જાપાનના સૌથી લાંબો સમય સુધી રહેનારા વડાપ્રધાન બન્યા હતા. શિંજો સૌથી પહેલા 2006માં જાપાનના વડાપ્રધાન બન્યા હતા. તેના બાદ 2007માં બીમારીના કારણે રાજીનામું આપી દીધું હતું અને 2012માં ફરી પીએમ બન્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Embed widget