શોધખોળ કરો
Surya Gochar 2024: તુલા રાશિમાં સુર્યનું ગોચર,કર્ક કન્યા સહિત આ રાશિ માટે નથી શુભ, આ 4 રાશિએ રહેવું સાવધાન
Surya Gochar 2024: સૂર્ય તેની સૌથી નીચલી રાશિ તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિમાં સૂર્યની સ્થિતિ શુભ નથી હોતી.

પ્રતીકાત્મક તસવીર
1/7

Surya Gochar 2024: સૂર્ય તેની સૌથી નીચલી રાશિ તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિમાં સૂર્યની સ્થિતિ શુભ નથી હોતી. આવી સ્થિતિમાં તુલા સહિત અન્ય રાશિના જાતકોને આર્થિક અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
2/7

ગ્રહોના રાજા તરીકે ઓળખાતા સૂર્ય ભગવાન શુક્રની માલિકીની રાશિ તુલા રાશિમાં ગોચર કરી રહ્યા છે. હવે સૂર્ય આગામી 30 દિવસ સુધી આ રાશિમાં રહેશે અને તે પછી તે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિને સૂર્યની સૌથી નીચલી રાશિ માનવામાં આવે છે. તેથી જ્યોતિષમાં આ ગોચરને બહુ શુભ માનવામાં આવતું નથી.
3/7

સૂર્યે કન્યા રાશિમાં તેની યાત્રા પૂરી કરી છે અને આજે તેની સૌથી નીચલી રાશિ તુલા રાશિમાં એટલે કે ગુરુવાર, 17 ઓક્ટોબર, 2024 સવારે 07:27 કલાકે પ્રવેશ કર્યો છે. જેના કારણે ઘણી રાશિઓને સ્વાસ્થ્ય અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કઇ રાશિ પર સૂર્ય આખો મહિનો રહેશે ભારે-
4/7

કર્કઃ કર્ક રાશિવાળા લોકોએ આવનારા 30 દિવસોમાં હિંમતભર્યા પગલાં ભરવા પડશે. આ સમયે થોડી બેદરકારી પણ તમને મોંઘી પડી શકે છે અને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને આ સમયમાં તમારા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. બિનજરૂરી ખર્ચા તરત જ બંધ કરી દો, નહીંતર આર્થિક સમસ્યા આવી શકે છે.
5/7

કન્યાઃ કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું ગોટર બહુ ફળદાયી રહેશે નહીં. આ સમયે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. કારણ કે કામમાં ફેરફારથી શારીરિક થાક લાગી શકે છે. કામ અને પ્રેમ સંબંધો પર ધ્યાન આપો.
6/7

વૃશ્ચિક: સૂર્ય તમારી રાશિથી દસમા ભાવમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં આ સમય તમારા માટે થોડો કષ્ટદાયક સાબિત થશે. નોકરીમાં તણાવ વધશે, વાણી પર નિયંત્રણ રાખો નહીંતર વિવાદ થઈ શકે છે. રોકાણ કરવા માટે પણ આ સારો સમય નથી.
7/7

મીન: સૂર્ય તમારી રાશિથી આઠમા ભાવમાં ગોચર કરી રહ્યો છે, જે સારું નથી. આર્થિક સ્થિતિ નબળી રહેશે. આ સમયે રોકાણ કરતા પહેલા અથવા કોઈ નવું કામ કરતા પહેલા સમજી વિચારીને કરો.
Published at : 19 Oct 2024 09:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
