ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ સ્થિતિમાં બાઈક તથા કારની કેર લેવાનો સમય આવી ગયો છે. તડકા અને ગરમીના કારણે બાઇકમાં અનેક પ્રકારની સમસ્યા પેદા થઇ શકે છે. જો તેના પર સમયસર ધ્યાન આપવામાં ન આવે તો વધારે નુકસાન પહોંચાડી શકે છે.
2/7
ટાયર્સઃ ઉનાળામાં ટાયરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અઠવાડિયા બંને ટાયર્સમાં હવા ચેક કરવી જોઈએ. હવા ઓછી કે વધારે હોવાથી વાહનના પરફોર્મંસ પર અસર પડે છે. એટલું જ નહીં સમયાંતર વ્હીલ બેલેંસિંગ કરાવવું પણ ફાયદામંદ છે. ટાયર ઘસાઈ ગયા હોય તો બદલાવી લેવા જોઈએ.
3/7
imagએર ફિલ્ટરઃ બાઈકમાં લાગેલા એર ફિલ્ટરની સફાઈ ખૂબ જરૂરી છે. ઘણીવાર લોકો તેને નજર અંદાજ કરે છે. જેના કારણે તેની અસર એન્જિનના પરફોર્મંસ પર પડે છે. તેથી સમયાંતર એર ફિલ્ટરની સફાઈ જરૂરી છે.
4/7
સ્પાર્ક પ્લગઃ મોટાભાગના લાકો સ્પાર્ક પ્લગ પર ધ્યાન આપતા નથી. જેના કારણે બાઈકને સ્ટાર્ટ થવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેથી સમયાંતરે સ્પાર્ક પ્લગ બદલી દેવો જોઈએ.
5/7
બેટરીઃ સમયાંતર બાઈકની બેટરી પણ ચેક કરવી જોઈએ. જો બેટરી નબળી પડી હોય કે કોઈ લીકેજ હોય તો બદલી નાંખવી જોઈએ.
6/7
એન્જિન ઓયલઃ સર્વિસ દરમિયાન એન્જિન ઓઇલ બદલવું સૌથી જરૂરી હોય છે. 2000 કિમી ચાલ્યા બાદ એન્જિન ઓયલ ચેક કરવું જોઈએ અને જો કાળુ પડી ગયું હોય તો બદલી દેવું જોઈએ. આ ઉપરાંત બાઈકની ચેન પણ સેટ કરાવી જોઈએ.
7/7
નિયમિત સર્વિસ કરાવો: બાઈકને નિયમિત સર્વિસ કરાવવાથી નાની નાની સમસ્યા પહેલા જ જાણી શકાય છે. ઉપરાંત શક્ય હોય તો ઓથોરાઇઝ્ડ સર્વિસ સેંટર પર જ કરાવવી જોઈએ. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)