શોધખોળ કરો
Bank Jobs 2025: બેંક ઓફ બરોડામાં નિકળી બમ્પર પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકો છો અરજી
Bank Jobs 2025: બેંક ઓફ બરોડામાં નિકળી બમ્પર પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકો છો અરજી

પ્રતિકાત્મક તસવીર
1/6

જો તમે બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. બેંક ઓફ બરોડાએ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે.હવે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 એપ્રિલ 2025 સુધી અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 146 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
2/6

આ અભિયાન દ્વારા કુલ 146 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સિનિયર રિલેશનશિપ મેનેજરની 101 જગ્યાઓ, ટેરિટરી હેડની 17 જગ્યાઓ, વેલ્થ સ્ટ્રેટેજિસ્ટ (ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્સ્યોરન્સ)ની 18 જગ્યાઓ, પ્રાઈવેટ બૅન્કર - રેડિએન્સ પ્રાઈવેટ 3 જગ્યાઓ, 4 પોસ્ટ ગ્રુપ હેડની, 1 ડેપ્યુટી ડિફેન્સ બૅન્કિંગ એડવાઈઝરની જગ્યાઓ (DDBA) 1 પદ, પ્રોડક્ટ હેડ-પ્રાઈવેટ બેંકિંગ 1 પદ અને પોર્ટફોલયો રિસર્ચ એનાલિસ્ટનના 1 પદ પર ભરતી કરાશે.
3/6

ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારે અરજી ફી ચૂકવવાની રહેશે. જનરલ/OBC/EWS કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/PWD અને મહિલા ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.
4/6

ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ તમામ જગ્યાઓ કરાર આધારિત ભરવામાં આવશે.
5/6

બેંક ઓફ બરોડાની વેબસાઇટ www.bankofbaroda.in ની મુલાકાત લો. હોમપેજ પર “Careers” ટેબ પર જાઓ અને “Current Opportunities” પર ક્લિક કરો. સંબંધિત લિંક પર ક્લિક કરો. અરજી ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો. ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.
6/6

ઉમેદવારોએ 25મી એપ્રિલ સુધીમાં ભરતી માટે અરજી કરવી જોઈએ. છેલ્લી તારીખ પૂરી થયા પછી તેમને અરજી કરવાની તક નહીં મળે.
Published at : 18 Apr 2025 06:45 PM (IST)
આગળ જુઓ
Advertisement