શોધખોળ કરો
રાજ કુંદ્રાની સાથે શિલ્પા અને શિલ્પાની મા પણ થશે જેલભેગાં, જાણો કોણ કરી કરોડોની ઠગાઈની ફરિયાદ ?
Shilpa_Shetty_
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ની મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ નથી લઇ રહી, પતિ રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફી કેસનો હજુ નિવેડો આવ્યો નથી, ત્યાં તો શિલ્પાના માથે વધુ એક મોટી આફત આવીને ઉભી રહી છે.
2/7

પોર્ન ફિલ્મો મામલે તેના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ની ધરપકડ બાદ હવે શિલ્પા અને તેની માં સુનંદા શેટ્ટી (Sunanda Shetty)ની પણ ધરપકડ થઇ શકે છે. શિલ્પા અને તેની માં પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. શિલ્પા અને તેની માં પર આ મામલે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એક કેસ પણ નોંધવામાં આવ્યો છે.
3/7

રિપોર્ટ્સ અનુસાર, લખનઉમાં (Lucknow) શિલ્પા શેટ્ટી અને તેની માં સુનંદા શેટ્ટી વિરુદ્ધ 2 રિપોર્ટ નોંધાવવામાં આવી છે.
4/7

આમાં કહેવામાં આવ્યુ છે કે શિલ્પા અને તેની માંએ ઓઇસીસ સ્લિમિંગ સ્કિલ સેલૂન એડ સ્પા નામથી એક કંપની ખોલી હતી,
5/7

આ કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના નામ પર શિલ્પા અને તેની માં એ કરોડો રૂપિયાની ઠગાઇ કરી, પરંતુ કોઇને ફ્રેન્ચાઇઝી ના મળી. આ મામલે જૂનમાં રિપોર્ટ નોંધાવનારી મહિલાનો આરોપ છે કે કંપનીના લોકોએ બે વારમાં તેની પાસેથી લગભઘ અઢી કરોડ રૂપિયા વસૂલ્યા હતા.
6/7

બન્ને રિપોર્ટ નોંધાયા બાદ લખનઉ પોલીસે એક મહિના પહેલા શિલ્પાની માં સુનંદાને નૉટિસ પણ મોકલી હતી, હવે કેસની તપાસ માટે લખનઉ પોલીસની ટીમ મુંબઇ પહોંચી ગઇ છે.
7/7

કહેવાઇ રહ્યું છે કે, કેસની તસાપમાં સંલિપ્તતા સ્પષ્ટ કરવા માટે શિલ્પા અને તેની માં સુનંદાની ધરપકડ પણ કરવામાં આવી શકે છે.
Published at : 09 Aug 2021 12:19 PM (IST)
આગળ જુઓ
Advertisement





















