શોધખોળ કરો
Celebs Facing Death Threat: આમિર ખાન થી લઈને દીપિકા પાદુકોણ સુધી, આ સ્ટાર્સને મળી હતી મોતની ધમકી
બોલિવૂડ સ્ટાર્સનું જીવન એટલું સરળ નથી જેટલું બહારથી દેખાય છે. ઘણી વખત, આ તમામ સેલેબ્સને ફિલ્મમાં રોલ કરવા માટે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે.

ફાઈલ ફોટો
1/7

Celebs Facing Death Threat: બોલિવૂડ સ્ટાર્સનું જીવન એટલું સરળ નથી જેટલું બહારથી દેખાય છે. ઘણી વખત, આ તમામ સેલેબ્સને ફિલ્મમાં રોલ કરવા માટે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે.
2/7

ઉર્વશી રૌતેલાને કોણ સારી રીતે ઓળખતું નથી, પરંતુ બહુ ઓછા લોકો એવા હશે જે ભાગ્યે જ જાણતા હશે કે જ્યારે ઉર્વશીએ પોતાની ફિલ્મ હેટ સ્ટોરી 4ના ટ્રેલરમાં પોતાને દ્રૌપદી કહી હતી, ત્યાર બાદ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી.
3/7

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા આમિર ખાનને તેના પ્રખ્યાત ટીવી શો સત્યમેવ જયતેના કારણે ધમકીઓ મળી હતી. કહેવાય છે કે તે દરમિયાન આમિરને બુલેટ પ્રૂફ કાર દ્વારા સ્ટુડિયો લઈ જવામાં આવ્યો હતો.
4/7

હિન્દી ફિલ્મ અભિનેત્રી રિચા ચઢ્ઢાની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક મેડમ મુખ્યમંત્રી છે. આ મૂવીમાં રિચાને અખિલ ભારતીય ભીમ આર્મીના સ્થાપક દ્વારા રાજકીય પાત્ર ભજવવા મુદ્દે ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી હતી.
5/7

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા વિવેક ઓબેરોયે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ કરી છે. જો કે આ ફિલ્મ દરમિયાન વિવેકને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી. બાદમાં વિવેક ઓબેરોયની પોલીસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી.
6/7

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર જે ઘણીવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચાનો વિષય બને છે, તેને ફિલ્મ અનારકલી ઓફ આરાહમાં તેના રોલ માટે જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓ મળી હતી. જેનો ખુલાસો સ્વરાએ પોતે કર્યો હતો.
7/7

બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલીની સુપરહિટ ફિલ્મ પદ્માવતમાં રાણી પદ્માવતનું પાત્ર ભજવવા બદલ દીપિકા પાદુકોણને રાજસ્થાનની કરણી સેના તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.
Published at : 24 Jul 2022 09:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
