શોધખોળ કરો
લગ્ન બાદ પહેલીવાર તસવીરમાં સિન્દૂર ફ્લૉન્ટ કરતી દેખાઇ Parineeti Chopra, જુઓ મહેંદી-સંગીતથી રિસેપ્શન સુધીની Inside તસવીરો....
હવે આ ગ્રાન્ડ મેરેજ સેરેમનીની તસવીરો સામે આવી છે, જે ખરેખરમાં અદભૂત છે, જુઓ અહીં પરિણીતી અને રાઘવની લગ્નથી લઇને રિસેપ્શન, મહેંદી-સંગીત સુધીની તસવીરો....

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/11

Parineeti Raghav Wedding: બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપડાએ આપ નેતા અને સાંસદ રાઘવ ચડ્ઢા સાથે ગઇકાલે લગ્ન કરી લીધા છે. બન્નેએ રાજસ્થાનના ઉદેપુરમાં સાત ફેરા ફર્યા અને એકબીજાના થઇ ગયા છે. હવે આ ગ્રાન્ડ મેરેજ સેરેમનીની તસવીરો સામે આવી છે, જે ખરેખરમાં અદભૂત છે, જુઓ અહીં પરિણીતી અને રાઘવની લગ્નથી લઇને રિસેપ્શન, મહેંદી-સંગીત સુધીની તસવીરો....
2/11

બૉલીવુડ અભિનેત્રી પરિણીતી અને રાઘવ ચડ્ઢાના ગઈકાલે રાજસ્થાનના ઉદયપુરમાં શાહી લગ્ન થયા હતા. હવે તેમના લગ્ન બાદ આ કપલની પહેલી તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટો નવવિવાહિત કપલ પરિણીતી અને રાઘવના વેડિંગ રિસેપ્શનનો છે.
3/11

નવવધૂ પરિણીતી તેના વેડિંગ રિસેપ્શનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ પિન્ક કલરની નેટ સાડી પહેરી હતી. તેના હાથમાં બંગડીઓ, મહેંદી અને સિંદૂર જોઈ શકાય છે.
4/11

પરિણીતીના મિસ્ટર હસબન્ડ રાઘવ ચડ્ઢા તેમના લગ્નના રિસેપ્શનમાં બ્લેક સૂટબૂટમાં એકદમ હેન્ડસમ દેખાતા હતા. નવવિવાહિત કપલની આ તસવીર સોશ્યલ મીડિયા પર લોકપ્રિય છે.
5/11

સંગીત સેરેમનીમાં ગાયક નવરાજ હંસે પરિણીતી અને રાઘવને પોતાના જાદુઈ અવાજથી મંત્રમુગ્ધ કરી દીધા હતા.
6/11

આ તસવીરમાં પરિણીતી અને રાઘવ નવરાજ હંસના પરફોર્મન્સની મજા લેતા જોવા મળે છે.
7/11

અભિનેત્રીની BFF અને ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ પરિણીતી અને રાઘવના લગ્નમાં હાજરી આપી હતી. સાનિયાએ પરિણીતીના લગ્નની આ અંદરની તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
8/11

સાનિયા મિર્ઝાએ પરિણીતી-રાઘવના લગ્નના સ્થળ ઉદયપુર પેલેસની કેટલીય તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
9/11

સાનિયા મિર્ઝા તેની બહેન સાથે તેના મિત્રના લગ્નમાં પહોંચી હતી.
10/11

આ પહેલા પ્રિયંકા ચોપડાની માતા મધુ ચોપરાએ પણ પરિણીતી-રાઘવની સંગીત સેરેમનીમાંથી તેની તસવીર શેર કરી હતી. તસ્વીરમાં મધુ ચોપડા ફૂલવાળા માંગ ટીક્કા પહેરીને સુંદર લાગી રહી હતી.
11/11

આ તસવીર પરિણીતીના મહેંદી ફંક્શનની છે. આ દરમિયાન અભિનેત્રી ટાઈ એન્ડ ડાઈ પ્રિન્ટ કુર્તામાં જોવા મળી હતી. પરિણીતીએ હેવી નેકલેસ સાથે પોતાનો લૂક પૂરો કર્યો.
Published at : 25 Sep 2023 11:36 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
