Fact Check: કશ્મીર પંડિતોની ઉત્પીડનનો મુદ્દો ઉઠાવી રહેલા યુવકનો વીડિયો વાયરલ, જાણો શું છે મામલો
Fact Check: હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવક કાશ્મીરી પંડિતો પર અત્યાચારની વાત કરી રહ્યો છે. ખરેખર વીડિયોની હકીકત શું છે જાણીએ

Fact Check:કાશ્મીરી પંડિતો વિશે નિવેદન આપતા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કહેતા સાંભળી શકાય છે કે, તેણે કાશ્મીરી પંડિતોનો નરસંહાર જોયો છે. તે એમ પણ કહી રહ્યો છે કે, આપણે અગાઉ કરેલી ભૂલોને સ્વીકારવી જોઈએ. વીડિયોમાં એન્કર પણ જોઈ શકાય છે. આને શેર કરીને કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, આ વીડિયો પાકિસ્તાની ટીવી ચેનલનો છે, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં રહેતા એક યુવકે કાશ્મીરી પંડિતો પર થતા અત્યાચાર વિશે જણાવ્યું છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું છે કે વાયરલ વીડિયોમાં ANN ન્યૂઝનો લોગો હતો. આ એક ભારતીય ચેનલ છે, જે જમ્મુ અને કાશ્મીર સ્થિત છે. આમાં દેખાતા યુવકનું નામ જાવેદ બેગ છે, જે ગુલમર્ગ નજીકનો રહેવાસી છે. વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. વિશ્વાસ ન્યૂઝ આ દાવાની તપાસ કરી ચૂક્યું છે.
વાયરલ પોસ્ટ
એક્સ યુઝર જીતેન્દ્ર પ્રતાપ સિંહે 19 માર્ચે વીડિયો પાકિસ્તાની મીડિયાનો હોવાનું કહીને શેર કર્યો (આર્કાઇવ લિંક)
भारत के इलाके का एक कश्मीरी मुस्लिम जो अब पाक अधिकृत कश्मीर में रहता है उसने एक पाकिस्तानी टीवी चैनल पर जो सच्चाई बताइ काश ऐसी सच्चाई बताने की हिम्मत भारतीय चैनल पर कश्मीर के दूसरे मुसलमान भी कर सकते pic.twitter.com/BI0yRXdQez
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) March 19, 2025
ફેસબુક યુઝર પ્રવિણ દેશભક્તે આ વિડિયો (આર્કાઇવ લિંક) પોસ્ટ કર્યો અને લખ્યું,
"ભારતીય વિસ્તારના એક કાશ્મીરી મુસ્લિમ, જે હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહે છે, તેણે એક પાકિસ્તાની ટીવી ચેનલ પર જે સત્ય કહ્યું, હું ઈચ્છું છું કે કાશ્મીરના અન્ય મુસ્લિમો પણ ભારતીય ચેનલ પર આવું સત્ય કહેવાની હિંમત કરે."
વીડિયોમાં દેખાતો યુવક કહી રહ્યો છે કે તેણે કાશ્મીરી પંડિતોનો નરસંહાર જોયો છે. માર્યા ગયેલા લોકો કોઈ કાશ્મીરી મુસ્લિમને મારતા ન હતા, તેઓ નિઃશસ્ત્ર હતા. એ નરસંહાર નથી તો શું છે? કાશ્મીરી પંડિતોની હત્યા કરનારા અમારી સાથે હતા. આપણા પિતાજીના જમાનામાં જે ભૂલો થઈ છે તે આપણે સ્વીકારવી પડશે.
-તપાસ
વાયરલ વીડિયોમાં ANN ન્યૂઝનો લોગો છે. આના આધારે ગૂગલ પર સર્ચ કર્યું. આ વીડિયો 15 માર્ચ 2022ના રોજ ANN ન્યૂઝ કાશ્મીર નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. તેના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે, “1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હત્યા માટે કાશ્મીરી મુસ્લિમો પણ એટલા જ જવાબદાર છે – જાવેદ બેગ, રાજકીય કાર્યકર્તા”.
-યુટ્યુબ ચેનલ ચેનલ વિશે લખ્યું છે કે અલીમી ન્યૂઝ નેટવર્ક (ANN ન્યૂઝ) એ જમ્મુ અને કાશ્મીરની ટીવી ન્યૂઝ ચેનલ છે.
-આમાં આપવામાં આવેલી વેબસાઈટ પર શ્રીનગરનું સરનામું આપવામાં આવ્યું છે.
-અબાઇટ ઇટ સેકશનમાં લખ્યું છે, ANN ન્યૂઝ ભારતમાં કોમર્શિયલ ટેલિવિઝન ન્યૂઝ નેટવર્ક છે, જે અલ્મી ન્યૂઝ નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે. તેનું મુખ્યાલય શ્રીનગરમાં છે.
-અમે આ બાબતે ANN ન્યૂઝના એડિટર-ઇન-ચીફ તારિક ભટનો સંપર્ક કર્યો. તેનું કહેવું છે કે, તે વીડિયોમાં દેખાતો એન્કર છે. આ કાશ્મીર સ્થિત ન્યૂઝ ચેનલના છે. તે પાકિસ્તાની હોવાનો દાવો ખોટો છે. તે સમયે તેણે કાશ્મીરના જાવેદ બેગ સાથે વાત કરી હતી.
અમે જાવેદ બેગનો પણ સંપર્ક કર્યો. તેણે કહ્યું કે તે પીઓકેમાં નથી રહેતો. તે ગુલમર્ગ પાસે રહે છે. આ રેકોર્ડિંગ શ્રીનગરમાં કરવામાં આવ્યું હતું. આ ચેનલ પણ ભારતીય છે, પાકિસ્તાની નથી.
અમે X યુઝરની પ્રોફાઇલ સ્કેન કરી છે જેણે ખોટા દાવાઓ સાથે વીડિયો શેર કર્યો હતો. તે આ વિચારધારાથી પ્રભાવિત યુઝરના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: કાશ્મીરી પંડિતો પરના જુલમ વિશે વાત કરી રહેલા યુવકનો વીડિયો કોઈ પાકિસ્તાની મીડિયા ચેનલનો નથી, પરંતુ ભારતનો છે. આમાં દેખાતો યુવક પણ પીઓકેનો નહીં પણ ભારતનો છે.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક વિશ્વાસ ન્યૂઝ એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
