શોધખોળ કરો
Munawar Faruqui બન્યો કંગના રાણાવતના શો 'Lock Upp'નો વિનર, જાણો ટ્રોફીની સાથે કેટલા રૂપિયા મળ્યાં

Lock Upp Winner Munawar Faruqui
1/6

Munawar Faruqui declared winner of Lock Upp : 70-દિવસીય લોક-અપ રિયાલિટી શોની ફિનાલે હવે પૂરી થઈ ગઈ છે. સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકીએ આ શો જીત્યો છે, ત્યારથી મુનવ્વર ફારૂકી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
2/6

Lock Upp Winner Munawar Faruqui : મિલિયન ડોલરની સ્માઈલ સાથે મુનવ્વર ફારૂકીની ઘણી તસવીરો અને વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે હાથમાં ટ્રોફી પકડેલો જોવા મળી રહ્યો છે.
3/6

Munawar Faruqui wins Lock Upp : આ શો દ્વારા તેણે માત્ર પોતાની જાતને લોકોની સામે જ નથી મુકી પરંતુ તેની કારકિર્દીની ઉંચાઈને પણ એક ડગલું આગળ લઈ ગઈ. તે શરૂઆતથી જ શોનો મજબૂત સ્પર્ધક રહ્યો હતો.
4/6

મુનાવર ફારુકીને 20 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. આ સાથે તેને એક ચમકતી લક્ઝરી કાર અને ઈટાલીની ટ્રીપ પ્રાઈઝ પણ મળી છે.
5/6

શો દરમિયાન મુનવ્વરે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા મોટા ખુલાસા કર્યા. અંજલિ અરોરા સાથેની તેની મિત્રતા પણ ચાહકોમાં ચર્ચાનો વિષય રહી છે.
6/6

મુનાવર સમગ્ર શો દરમિયાન આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. તેમની કવિતા અને તેમના શબ્દોએ લાખો લોકોના દિલ જીતી લીધા. શો જીત્યા બાદ મુનવ્વરે તેના ચાહકોના સમર્થન બદલ આભાર માન્યો હતો.
Published at : 08 May 2022 10:12 AM (IST)
આગળ જુઓ
Advertisement