શોધખોળ કરો
Salman Khan Photos: ઈદ પર સલમાન ખાને બાલ્કનીમાં આવીને ફેન્સને બતાવી ઝલક, ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી

સલમાન ખાન (તસવીરઃ સોશિયલ મીડિયા)
1/7

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન દર વર્ષે આ દિવસને પોતાના ફેન્સ માટે ખાસ બનાવે છે. સલમાન ખાનની એક ઝલક મેળવવા તેના ઘરની બહાર હજારો લોકો એકઠા થાય છે.
2/7

દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાન ઈદના અવસર પર તેની બાલ્કનીમાં આવ્યો હતો અને ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. સલમાન ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3/7

સલમાન ખાનના ચાહકો બાંદ્રા સ્થિત તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર એકઠા થયા હતા. સલમાનની એક ઝલક મેળવવા ચાહકો કલાકો સુધી તેના ઘરની બહાર ઉભા રહ્યા હતા.
4/7

સલમાન ખાનને જોઈને તેના ફેન્સ સલ્લુ-સલ્લુની બૂમો પાડવા લાગ્યા. ચાહકોને જોઈને સલમાન ખાને હાથ જોડીને બધાનું અભિવાદન કર્યું.
5/7

આ દરમિયાન સલમાન ખાન બ્લુ કુર્તામાં જોવા મળ્યો હતો. ચાહકોને સલમાનનો લુક ઘણો પસંદ આવ્યો.
6/7

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ટૂંક સમયમાં ટાઇગર 3માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
7/7

ટાઈગર 3 પછી સલમાન ખાન ઈદ કભી દિવાળીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે લીડ રોલમાં જોવા મળશે.
Published at : 04 May 2022 06:48 AM (IST)
આગળ જુઓ
Advertisement