શોધખોળ કરો
‘કપડા ઉતારીને મંત્ર બોલ, રાતોરાત સુપરસ્ટાર બની જઇશ’, ટીવી એક્ટ્રેસે સંભળાવી આપવીતી
માત્ર બોલિવૂડ જ નહીં, ટીવી જગતની ઘણી અભિનેત્રીઓને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે. ટીવી એક્ટ્રેસે પણ પોતાની સાથે બનેલી ઘૃણાસ્પદ ઘટનાનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

TV Actress Casting Couch: માત્ર બોલિવૂડ જ નહીં, ટીવી જગતની ઘણી અભિનેત્રીઓને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે. ઘણી ટીવી અભિનેત્રીઓએ આગળ આવીને તેમની હૃદયદ્રાવક અગ્નિપરીક્ષા સંભળાવી છે. ભારતમાં #MeToo મુવમેન્ટની શરૂઆત ત્યારે થઇ જ્યારે અભિનેત્રી તનુશ્રી દત્તાએ પીઢ અભિનેતા નાના પાટેકર પર જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. આ પછી ઘણી એક્ટ્રેસ આગળ આવી અને સોશિયલ મીડિયા પર ઘણાને ખુલ્લા પાડ્યા છે. એક ટીવી એક્ટ્રેસે પણ પોતાની સાથે બનેલી ઘૃણાસ્પદ ઘટનાનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા.
2/7

સોનલ વેંગુર્લેકર ખૂબ જ પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. સોનલે 7 O' Clock થી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો પરંતુ તેને સિરિયલ ‘કુછ તો લોગ કહેંગે’થી ઓળખ મળી હતી.
3/7

સીરિયલ 'શાસ્ત્રી સિસ્ટર્સ'માં દેવયાની શાસ્ત્રીની ભૂમિકાએ તેને દરેક ઘરમાં ફેમસ બનાવી દીધી હતી. જોકે, કરિયરની શરૂઆતમાં સોનલને પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બનવું પડ્યું હતું. જ્યારે દેશમાં MeToo અભિયાને જોર પકડ્યું હતું, ત્યારે સોનલે તેની આપવીતી વ્યક્ત કરી હતી.
4/7

તે સમયે બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન સોનલે ખુલાસો કર્યો હતો, 'આ તે સમયની વાત છે જ્યારે હું 19 વર્ષની હતી અને સ્ટ્રગલ કરી રહી હતી ત્યારે કાસ્ટિંગ વેબસાઈટ મારફતે મારી મુલાકાત રાજા બજાજ સાથે થઇ હતી. રાજાએ મને ઓડિશન માટે બોલાવી પરંતુ હું ડાયલોગ બરાબર બોલી શકતી ન હતો. તેણે મને કહ્યું કે મારો ચહેરો સારો છે, પરંતુ મારે પ્રોફેશનની વધુ સારી સમજ હોવી જોઈએ અને સૂચન કર્યું કે હું તેને શૂટિંગમાં મદદ કરું."
5/7

સોનલે આગળ કહ્યું હતું, “આ પછી રાજાએ મને કપડાં બદલવા અને ફોટો સેશન માટે તૈયાર થવા કહ્યું. બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતી વખતે અભિનેત્રીએ આગળ કહ્યું, "તેના હાથમાં ક્રીમની બોટલ હતી અને તેણે મને કહ્યું કે તે પહેરતા પહેલા તેને મારા સ્તનો પર લગાવે, તેનાથી તેમને યોગ્ય આકાર મળશે. હું ડરી ગઇ હતી પરંતુ તે આગળ આવ્યો અને બળપૂર્વક મારા સ્તનો પર ક્રીમ લગાવી દીધી. હું ખૂબ ડરી ગઇ અને ત્યાંથી ભાગી ગઇ. તે સમયે મારા પરિવારમાંથી કોઈ મારી સાથે નહોતું.
6/7

'યે વાદા રહા' અભિનેત્રીએ તો એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાજાએ તેને 'તાંત્રિક વિદ્યા' જાણવાનો દાવો કરીને તેના તમામ કપડાં ઉતારવા કહ્યું હતું. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે રાજાએ તેને કહ્યું હતું કે, "હું તને તાંત્રિક વિદ્યા શીખવીશ જે તને રાતોરાત સુપરસ્ટાર બનાવી દેશે.
7/7

સોનલે વધુમાં જણાવ્યું હતું કે રાજાએ તેને કહ્યું હતું કે, “તારે મારી સામે કપડા વગર બેસીને હું જે મંત્રનો જાપ કરીશ તેનો જાપ કરવો પડશે. મેં તેને ઠપકો આપ્યો અને કહ્યું કે મારે કંઈ શીખવું નથી. આ પછી તે આગળ વધ્યો અને બળજબરીથી મારા કપડા ઉતારવાનો પ્રયાસ કરવા લાગ્યો. "હું કોઈક રીતે રૂમમાંથી બહાર નીકળવામાં સફળ થઇ અને મારી માતા પાસે જતી રહી હતી જે બાજુની રુમમાં બેઠા હતા. સોનલે વધુમાં જણાવ્યું હતું કે તેણે રાજા વિરુદ્ધ કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, રાજાની પત્ની અને પુત્રી શીનાએ સોનલ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. શીનાએ આરોપ લગાવ્યો હતો કે સોનલ પૈસા માટે તેના પિતાને બ્લેકમેલ કરતી હતી.
Published at : 29 Mar 2024 07:02 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Tv Actress Sonal Vengurlekarઆગળ જુઓ
Advertisement