શોધખોળ કરો
The Big Bull ફિલ્મમાં અભિષેક બચ્ચનની હીરોઈન નિકિતા દત્તા કોરોના સંક્રમિત
Nikita_dutta_1
1/5

મુંબઈ: દેશમાં કોરોનાનો પ્રકોપ ફરી વધ્યો છે. ત્યારે આ વાયરસની ઝપેટમાં અનેક બોલિવૂડ સેલેબ્સ (Bollywood) આવી ગયા છે. એક્ટ્રેસ કેટરિના કૈફ બાદ વધુ એક એક્ટ્રેસ કોરોનાની ઝપેટમાં આવી છે. આ ગુરુવારે ડિઝ્ની હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ‘The Big Bull’ માં અભિષેક બચ્ચન (Abhishek bachchan)ની એક્ટ્રેસની ભૂમિકા ભજવી રહેલી નિકિતા દત્તા (Nikita dutta)કોરોના પોઝિટિવ (Corona Positive) આવી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ/નિકિતા દત્તા
2/5

નિકિતાની પ્રવક્તાએ એબીપી સાથે વાત કરતા જણાવ્યું કે, નિકિતાને કોરોનાના સામાન્ય લક્ષણ છે અને તેની તબીયત પહેલા કરતા સારી છે. નિકિતા હાલમાં હોમ ક્વોરન્ટાઈન છે અને ડૉક્ટરના નિર્દેશો અનુસાર સાવચેતીના પગલા લઈ રહી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ/નિકિતા દત્તા
3/5

નોંધનીય છે કે, તાજેતરમાં જ 'રોકેટ ગેંગ' ફિલ્મના શૂટિંગ દરમિયાન નિકિતા (Nikita dutta)ને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ ફિલ્મમાં 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ના ફેમ એક્ટર આદિત્ય સીલ હીરો છે અને જાણીતા કોરિયોગ્રાફર જોડી બોસ્કો-સીઝર ફેમ બોસ્કોના ડિરેક્ટર તરીકે આ ફિલ્મ પ્રથમ ફિલ્મ છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ/નિકિતા દત્તા
4/5

'ધ બિગ બુલ' ભારતીય શેર બજારના ઇતિહાસમાં પહેલો સૌથી મોટો કૌભાંડ કરનાર હર્ષદ મહેતાના જીવનથી પ્રેરિત છે, જેમાં અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકા નિભાવશે અને નિકિતા તેની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ/નિકિતા દત્તા
5/5

2012 માં, મિસ ઈન્ડિયાની ફાઇનલિસ્ટ નિકિતા દત્તા (Nikita dutta) એ 2014 માં ફિલ્મ 'લેકર હમ દીવાના દિલ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે 'મસ્કા' અને 'કબીર સિંહ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. ફિલ્મો ઉપરાંત નિકિતાએ 'ડ્રીમ ગર્લ', 'એક દુજે કે વાસ્તે' 'અચ્છા' 'એક લડકી દીવાની સી', 'લાલ ઇશ્ક' જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.
Published at : 07 Apr 2021 07:51 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ