શોધખોળ કરો
Health:દૂધ અને ડેરી પ્રોડક્ટસના સેવનથી બ્લડ સુગર વધે છે? ડાયાબિટિસના દર્દીઓ માટે નિષ્ણાતે શું આપી સલાહ
ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે તેમણે દૂધ કે તેની બનાવટોનું સેવન કરવું જોઈએ કે નહીં. શું ડેરી પ્રોડક્ટસથી બ્લડ સુગર લેવલ વધે શકે છે? જાણીએ નિષ્ણાત શું કહે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

બ્લડ સુગરના દર્દઓએ ડાયટ પર પ્રોપર ધ્યાન આપવું પડે છે. દૂધને સંપૂર્ણ આહાર કહેવાય છે,. પોષણક્ષમ આહાર માટે જરૂરી છે પરંતુ શું દૂધનું સેવન ડાયાબિટિસના દર્દીએ કરવું જોઇએ. જાણીએ શું કહે છે નિષ્ણાત
2/6

ડાયાબિટીસ એ એક રોગ છે જેમાં ખાવાની આદતોમાં ખૂબ કાળજી લેવી જરૂરી છે. ખાવામાં થોડી બેદરકારી પણ બ્લડ શુગર લેવલ વધારી શકે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, તંદુરસ્ત આહારનો અર્થ છે ઓછી ચરબી અને ઉચ્ચ ફાઈબરયુક્ત ડાયટ.
3/6

ડાયાબિટીસના દર્દીએ માત્ર ઓછી ચરબીવાળો ખોરાક જ ખાવો જોઈએ. તમને જણાવી દઈએ કે ડાયાબિટીસના મોટાભાગના દર્દીઓ આ અંગે મૂંઝવણ અનુભવે છે કે તેઓએ ડેરી ઉત્પાદનો એટલે કે દૂધ અને તેની બનાવટોનું સેવન કરવું જોઈએ કે નહીં. આવો જાણીએ નિષ્ણાતો પાસેથી...
4/6

દૂધમાં ફેટ વધુ હોય છે. જો કે, એવા કોઈ પુરાવા નથી કે દૂધ ડાયાબિટીસનું કારણ બની શકે છે અથવા તે બ્લડસુગર લેવેલ વધારે છે. જો કે, વધુ પડતી ચરબી ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક બની શકે છે અને તેમના માટે સમસ્યારૂપ બની શકે છે.
5/6

શું તો દૂધમાં વધુ ફેટ હોવાથી દૂધ છોડી દેવું જોઇએ? આ અંગે નિષ્ણાતો કહે છે કે એવું નથી કે ડાયાબિટીસના દર્દીઓએ દૂધ ન પીવું જોઈએ. વેબએમડીના રિપોર્ટ અનુસાર ડાયાબિટીસના દર્દીઓએ માત્ર ફેટ ફ્રી દૂધ પીવું જોઈએ. દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ હોય છે, તેથી દૂધ પીધા પછી તમારે તમારા બ્લડ સુગર લેવલને મોનિટર કરતા રહેવું જોઈએ.
6/6

ડાયાબિટીસમાં કેટલું દૂધ પીવું યોગ્ય છે?હેલ્થ એક્સપર્ટના મતે જે લોકોનું બ્લડ સુગર લેવલ વધારે રહે છે તેમણે એક ગ્લાસથી વધુ દૂધ ન પીવું જોઈએ. ડાયાબિટીસ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ લેક્ટોઝથી પીડિત હોય તો તેણે દૂધ સંબંધિત ઉત્પાદનોનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તેથી , ડૉક્ટરના મત મુજબ ડાયાબિટિકે તબીબની સલાહ મુજબ દૂધ લેવી જોઇએ.
Published at : 09 Feb 2024 04:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સુરત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
