શોધખોળ કરો
Mustard Seeds Benefits: સ્વાસ્થ્યની સાથે સરસવના દાણા ત્વચા માટે પણ ફાયદાકારક છે, આ રોગમાં રામબાણ ઇલાજ
સરસવના દાણા સ્વાદની સાથે સ્વાસ્થવર્ધક પણ છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે હાડકાંને સ્વસ્થ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

સરસવના દાણામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે. માથાનો દુખાવાથી પીડિત લોકો માટે પણ સરસવ ઔષધ સમાન છે.
2/7

સરસવના દાણા સ્વાદની સાથે સ્વાસ્થવર્ધક પણ છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે હાડકાંને સ્વસ્થ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.
3/7

સરસવના દાણા પાચનતંત્ર માટે સારા છે. તેમાં ફાઈબર હોય છે, જે અપચોની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. આ બીજ પાચન શક્તિમાં વધારો કરે છે અને આંતરડાની ગતિની કાર્યક્ષમતા પણ સુધારે છે.
4/7

સરસવના દાણા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં સેલેનિયમ નામનું મિનરલ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય આ બીજ એન્ટીઓક્સીડેન્ટ અને સોજા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે નખ અને દાંતને સ્વસ્થ રાખે છે.
5/7

સરસવના તેલનો ઉપયોગ કૂકિંગ માટે પણ કરી શકાય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
6/7

સરસવના દાણામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે. માથાના દુખાવાની સમસ્યા પણ આ દાણો અસરકારક છે.
7/7

સરસવના દાણામાં હાજર સોજા વિરોધી ગુણધર્મો ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ખીલને પણ નિયંત્રિત કરી શકે છે. તેનાથી ત્વચા સ્વસ્થ અને ગ્લોઇંગ બને છે.
Published at : 07 Feb 2024 07:47 PM (IST)
આગળ જુઓ
Advertisement