શોધખોળ કરો
Benefits of Almonds:સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાના અદભૂત છે ફાયદા, આ રીતે કરો સેવન
બદામમાં પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો જોવા મળે છે. તેમાં પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે જે આપણને શરીરના દરેક રોગથી બચાવે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

રોજ સવારે ખાલી પેટ બદામ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સૂકી બદામની તુલનામાં, પલાળેલી બદામ પાચન પ્રક્રિયા માટે સારા એવા ઉત્સેચકોને મુક્ત કરવામાં મદદ કરે છે. પલાળેલી બદામની છાલમાં ટેનીન હોય છે જે પોષક તત્વોના શોષણને અટકાવે છે. બદામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામ ખાવાથી યાદશક્તિ તેજ થાય છે અને અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓના લક્ષણોમાં રાહત મળે છે.
2/7

બદામમાં પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો જોવા મળે છે. તેમાં પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે જે આપણને શરીરના દરેક રોગથી બચાવે છે.
3/7

બદામ પ્રોટીન ફાઈબર અને ઓમેગા-3નો સારો સોર્સ છે. બદામ ખાવામાં નરમ અને પચવામાં સરળ છે. તો ચાલો જાણીએ બદામના ફાયદા વિશે.
4/7

હૃદયને સ્વસ્થ રાખવા માટે બદામનું સેવન કરી શકાય છે. એનસીબીઆઈ (નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન)માં પ્રકાશિત થયેલા સંશોધનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. બદામનું સેવન કરીને લો ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ (LDL-C) ઘટાડી શકાય છે. આ કોલેસ્ટ્રોલ એ છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે, જે હૃદય રોગનું જોખમ વધારી શકે છે.
5/7

NCBIમાં પ્રકાશિત એક વૈજ્ઞાનિક સંશોધન જણાવે છે કે ઓછી કેલરીવાળા આહારમાં બદામનો સમાવેશ કરીને વજન ઘટાડી શકાય છે. દરરોજ અંદાજે 84 ગ્રામ બદામ ખાવાથી મેટાબોલિક સિન્ડ્રોમ સંબંધિત અસામાન્યતાઓ રોકી શકાય છે, જેમાં સ્થૂળતા પણ સામેલ છે. સંશોધનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 24 અઠવાડિયા પછી બદામનું સેવન કરનારાઓમાં વજનમાં ઘટાડો જોવા મળ્યો હતો.
6/7

બદામના ફાયદાઓમાં કેન્સર નિવારણનો પણ સમાવેશ કરી શકાય છે. બદામમાં કેન્સર વિરોધી તત્વો હોય છે, જે કેન્સરની કોશિકાઓને વધતી અટકાવે છે.
7/7

આવી સ્થિતિમાં બદામ આંખોની નબળાઈ દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, બદામમાં વિટામિન ઇ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્ત્વો આંખના રોગની ઉંમર સંબંધિત મેક્યુલર ડિજનરેશનને દૂર રાખવામાં મદદ કરી શકે છે. બદામમાં ઝિંક પણ હોય છે, જે રેટિનાને સ્વસ્થ રાખવા માટે જરૂરી માનવામાં આવે છે. આ કારણથી કહી શકાય કે બદામ આંખો માટે ફાયદાકારક છે.
Published at : 05 Jan 2024 06:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
