શોધખોળ કરો
લગ્નમાં પેટ ભરીને જમ્યા છો.... આ રીતે બોડી કરો ડિટોક્સ
લગ્નનું વાતાવરણ એવું હોય છે કે ઉત્સાહમાં વ્યક્તિ આહાર ભૂલી જાય છે અને ઘણી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરે છે. આવી સ્થિતિમાં શરીરમાં ટોક્સિન્સ જમા થાય છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/7

જો તમે જરૂર કરતાં વધુ તેલ અને મસાલાનું સેવન કરો છો, તો તમારે તમારા શરીરને ડિટોક્સિફાય કરવા માટે શક્ય તેટલું વધુ પાણી પીવું જોઈએ. તમારી જાતને હાઈડ્રેટેડ રાખો. તેનાથી શરીરમાં એકઠા થયેલા ઝેરને દૂર કરવામાં મદદ મળી શકે છે.
2/7

દિવસમાં બેથી ત્રણ વખત ડિટોક્સ વોટર પીવો. આ માટે હુંફાળા પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરો. સવારે ઉઠ્યા પછી તમારા દિવસની શરૂઆત આ પાણીથી કરો.
3/7

તમે એક મહિના સુધી ડાયેટિંગ કર્યું અને બીજે જ દિવસે તમે લગ્નમાં કંઈક ખાધું જેનાથી તમામ પ્રયત્નો બરબાદ થઈ ગયા હો તો હવે તમારી જાતને જાળવવા માટે તમારે દોડવું, તરવું, નૃત્ય કરવું, કૂદવું જેવી કસરતો કરવી જોઈએ
4/7

તમે લગ્ન દરમિયાન ખૂબ જ તળેલું ખાધું હશે, આવી સ્થિતિમાં તમારે થોડા સમય માટે પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તેનાથી ચરબી વધી શકે છે, શક્ય હોય ત્યાં સુધી ફાઈબર રિચ ફૂડ ખાવ.
5/7

લગ્નો દરમિયાન લોકો મોટાભાગે આલ્કોહોલનું સેવન કરે છે, આનાથી શરીરમાં વિટામિન્સની માત્રા ઘટી શકે છે, તેથી આહારમાં વિટામિનથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. તે ખોરાકના ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે.
6/7

શરીરને ડિટોક્સ કરવા માટે તમારે મધ, આદુ અને તુલસીના પાનની ચા બનાવીને પીવી જોઈએ. ચામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને તમને સારું અનુભવવામાં મદદ કરે છે.
7/7

ઓછામાં ઓછી 8 થી 10 કલાકની ઉંઘ લો, આ શરીરને ડિટોક્સ કરશે અને પાચનતંત્ર પણ યોગ્ય રીતે કામ કરશે.
Published at : 10 Dec 2023 07:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
