શોધખોળ કરો
Winter Skin Care: વિન્ટરમાં ડ્રાય સ્કિનથી છૂટકારો મેળવવા આ હોમમેડ માસ્ક અજમાવી જુઓ, ગ્લોઇંગ અને સ્મૂધ બનશે
Winter Skin Care: શિયાળામાં સૌથી વધુએ લોકો પરેશાન રહે છે. જેની સ્કિન ડ્રાય હોય છે. તો ડ્રાય સ્કિનને સ્મૂધ અને ગ્લોઇંગ બનાવવા માટે આ હોમમેડ માસ્કનો ઉપયોગ કરી જુઓ ઇન્સસ્ટન્ટ રિઝલ્ટ મળશે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

Winter Skin Care: શિયાળામાં સૌથી વધુએ લોકો પરેશાન રહે છે. જેની સ્કિન ડ્રાય હોય છે. તો ડ્રાય સ્કિનને સ્મૂધ અને ગ્લોઇંગ બનાવવા માટે આ હોમમેડ માસ્કનો ઉપયોગ કરી જુઓ ઇન્સસ્ટન્ટ રિઝલ્ટ મળશે.
2/6

રાગી એટલે કે ફિંગર બાજરી એ દક્ષિણ ભારતનું લોકપ્રિય અનાજ છે. તે ઘઉં અને ચોખા પછી સૌથી વધુ ઉગાડવામાં આવતું અનાજ છે. રાગીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી કોમ્પ્લેક્સ વગેરે જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય રાગીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે જે શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે. રાગીનો ઉપયોગ ત્વચા સંભાળમાં પણ કારગર છે.
3/6

રાગીમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ અને વિટામિન ઈ ત્વચાને સ્વસ્થ રાખે છે. આ ત્વચાના રક્ત પરિભ્રમણને વધારે છે, જેનાથી ચહેરાની ચમક વધે છે.
4/6

રાગીનો લોટ, દૂધ અને મધ મિક્સ કરીને બનાવેલો ફેસ પેક ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચાને સાફ કરે છે, ખીલ અને ફ્રીકલ્સને ઘટાડે છે અને ત્વચાની કુદરતી ચમક પાછી લાવે છે. રોજ રાગીના ફેસ પેકનો ઉપયોગ કરવાથી ત્વચા સોફ્ટ, ગ્લોઇંહ અને યંગ બને છે
5/6

રાગીનો ફેસ પેક બનાવવો ખૂબ જ સરળ છે આ માટે સૌથી પહેલા રાગીનો લોટ - 1 ચમચી, દહીં - 1/2 ચમચી, મધ - 1/2 ચમચી, લીંબુનો રસ - 1 ચમચી લો. સૌ પ્રથમ એક બાઉલમાં રાગીનો લોટ, દહીં અને મધ ઉમેરો. સારી રીતે ભેળવી દો. પછી તેમાં લીંબુનો રસ ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો જેથી પેસ્ટ તૈયાર થઈ જાય
6/6

રાગીની બનેલી પેસ્ટને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ સુકાવા દો. પછી ચહેરાને ઠંડા પાણી અથવા હૂંફાળા પાણીથી ધોઈ લો. રાગીનો ફેસ પેક અઠવાડિયામાં 2-3 વાર લગાવવાથી ત્વચા સુધરે છે. ખાસ કરીને સ્કિન સ્મૂધ બને છે હાઇડ્રેઇટ રહે છે અન નેચર નિખાર પણ આવે છે.
Published at : 07 Jan 2024 12:12 PM (IST)
આગળ જુઓ
Advertisement