અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ થયા સાથે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ થવા વેઇટિંગમાં ઉભા રહેવાની સ્થિતિ છે.
2/4
સિવિલ હોસ્પિટલમાં સોમવારે ABP અસ્મિતાએ કરેલી રીઆલિટી ચેકમાં બપોરે 15 તો રાતે 19 એમ્બ્યુલન્સ નજરે પડી હતી તો મંગળવારે સવારના સમયથી 1200 બેડની હોસ્પિટલમાં 8 થી 9 એમ્બ્યુલન્સ પ્રતીક્ષામાં જોવા મળી હતી.
3/4
દર્દીઓમાં સંક્રમણ વધતા 108 મા દર્દીઓ બાયપેપ અને ઓક્સિજન સાથે ભરતી થવા પ્રતિક્ષામાં નજરે પડ્યા હતા.
4/4
સિવિલ હોસ્પિટલની અંદર ઉભી કરવામાં આવેલી 5 હોસ્પિટલો પૈકી હાલ સિવિલ હોસ્પિટલમાં 1980 દર્દીઓ દાખલ થવાના કારણે સિવિલ હોસ્પિટલ કિડની હોસ્પિટલ મંજુશ્રી હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.