કોરોના વાયરસ સામે બચવા માટે દેશમાં વેક્સિનેશન તેજ થઇ ગયું છે. જેથી સંક્રમણનું જોખમ ઓછું થઇ ગયું છે. આ દરમિયાન ઇટલીના શોધકર્તાઓએ બીમારી બાદ શરીરમાં એન્ટીબોડીને લઇને મહત્વપૂર્ણ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, કોવિડ-19ઇન્ફેક્ટેડ થયાના આઠ મહિના બાદ સુધી દર્દીના લોહીમાં કોરોના વિરૂદ્ધ એન્ટીબોડી રહે છે
2/6
મિલાનના સેન રાફેલ હોસ્પિટલના તબીબે જણાવ્યું કે,ગંભીરતા, દર્દીની ઉંમર અથવા બીમારીની ઝપેટમાં આવ્યાં બાદ એન્ટીબોડી લોહીમાં મોજૂદ રહે છે. એકસ્પર્ટ કહે છે કે, શરીરમાં એન્ટીબોડી બને તે ત્યાં સુધીમાં વાયરસ શરીરમાંથી ખતમ થઇ જાય છે.
3/6
શોધકર્તા ISS નેશનલ હેલ્થ ઇન્સ્ટીટ્યૂટની સાથે મળીને કામ કરે છે. સ્ટડી માટે તેમણે કોરોના વાયરસના લક્ષણોવાળા 162 દર્દીઓને સામેલ કર્યાં હતા. જેને પહેલી લહેરમાં ઇમરજન્સીના રૂપમાં રખાયા હતા. તેમાં બ્લડ સેમ્પલ પહેલી માર્ચ અને એપ્રિલમાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે લોકો સર્વાઇવ કરી રહ્યાં હતા. તેમના બ્લડ સેમ્પલ નવેમ્બરમાં બીજી વખત લેવામાં આવ્યા હતા. તેમાં લગભગ 29 દર્દીના મોત થઇ ગયા હતા.
4/6
ISSના શોધકર્તાએ જણાવ્યું કે, કોરોના પોઝિટિવ આ્વ્યાં બાદ આઠ મહિના સુધી આ દર્દીમાં બીમારી સામે લડતી એન્ટીબોડી બની હતી. તેવામાં ત્રણ એવા દર્દી જોવા મળ્યાં હતા. તેમાં લાંબા સમય સુધી એન્ટીબોડી નહતી જોવા મળી.
5/6
આ સ્ટડી નેચર કોમ્યુનિકેશન્સ સાયન્ટીફિક જર્નલમાં પ્રકાશિત થઇ છે. સ્ટડીમાં શોધકર્તાએ કોરોના વાયરસથી રિકવરમાં એન્ટીબોડીમાં વિકસિત થવાના મહત્વ પર ખૂબ જ ભાર આપ્યો છે.
6/6
શોધકર્તાએ કોરોનાથી ગંભીર રીતે બીમાર પડેલા દર્દીને લઇને એક ખાસ જાણકારી આપી હતી. તેમાં જાણવા મળ્યું કે, જે દર્દીમાં 15 દિવસ સુધી એન્ટીબોડી બનાવવામાં અસફળ રહ્યાં છે, તેવા લોકોમાં કોવિડ-19 ઘાતક રૂપ વિકસિત થવાનું જોખમ વધુ હતું.