શોધખોળ કરો
Snowfall: ગુલમર્ગમાં થઈ બરફવર્ષા, હિમની ચાદરથી ઢંકાયા પહાડ, જુઓ તસવીરો
Snowfall: હિમવર્ષાના કારણે આ વિસ્તારમાં ઠંડીમાં વધારો થયો છે. ગુલમર્ગમાં હિમવર્ષાના કારણે લોકો ઉત્સાહિત થઈ ગયા છે.
ગુલમર્ગમાં હિમવર્ષા
1/8

ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના લોકપ્રિય પ્રવાસી વિસ્તાર ગુલમર્ગના ઊંચાઈવાળા વિસ્તારોમાં આજે બરફવર્ષા થઈ છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
2/8

ગુલમર્ગમાં હિમવર્ષાના કારણે વિસ્તારમાં ઠંડીમાં વધારો થયો છે. હિમવર્ષાના કારણે લોકો ઉત્સાહિત થઈ ગયા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
3/8

ગુલમર્ગની અફરવત પહાડીઓમાં હિમવર્ષાના કારણે સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
4/8

બરફવર્ષના કારણે પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના ચહેરા ખીલી ઉઠ્યા છે. તેમને મોટી સંખ્યામાં ટુરિસ્ટો આવવાની આશા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
5/8

રવિવારે અહીં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી.
6/8

ફોટોગ્રાફર ફરહત નાયકે આ તસવીરો પોતાના કેમેરામાં લીધી છે અને સોશિયલ મીડિયા પર શેર કરી છે.
7/8

હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આગામી 24 કલાક દરમિયાન હળવા વરસાદની શક્યતા સાથે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.
8/8

હિમવર્ષના કારણે પહાડો બરફની ચાદરમાં લપેટાઈ ગયા છે.
Published at : 19 Oct 2022 09:18 AM (IST)
આગળ જુઓ
Advertisement