શોધખોળ કરો
કયા મોટા વિભાગે મોદી સરકારને ગરીબોને સસ્તુ અને ઝડપી ઇન્ટરનેટ આપવા સલાહ આપી, શૂ સૂચનો સૂચવ્યા, જાણો અહીં......

Trai_India_
1/6

નવી દિલ્હીઃ દેશમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે TRAIએ ગરીબોને ઇન્ટરનેટમાં સબસિડી આપવા માટે ભલામણ કરી છે.
2/6

ટ્રાઇએ સરકારને કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં બ્રૉડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન માટે પ્રતિ વ્યક્તિ 200 રૂપિયાની સબસિડી આપવી જોઇએ. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ગરીબોને આપી શકાય છે. આ ઉપરાંત ટ્રાઇએ સરકારને બીજા પણ કેટલાક સૂચનો આપ્યા છે.
3/6

2 MBPS હોય મિનીમમ સ્પીડ- TRAI અનુસાર કોરોના કાળમાં વર્ક ફ્રૉમ હૉમની સાથે ઓનલાઇન અભ્યાસ અને બિઝનેસ એક્ટિવિટીઝ માટે ઇન્ટરનેટની સ્પીડમાં વધારો થવો જોઇએ. આ માટે ઇન્ટરનેટ સ્પીડને મિનીમમ 512 KBPSથી વધારીને 2 MBPS કરવાની જરૂર છે. ટ્રાઇનુ કહેવુ છે કે સ્પીડને વધારવા માટે બ્રૉડબેન્ડ સર્વિસ આપનારી કંપનીઓના ખર્ચને ઓછો કરવો પડશે. આવામાં લાયસન્સ ફી ઘટાડવાની જરૂર પડશે.
4/6

હરાજીમાં લાવવી જોઇએ તેજી- TRAIએ પોતાની ભલામણમાં કહ્યું કે, સરકારને ઉપલબ્ધ મિડ બેન્ડ સ્પેક્ટ્રમ એટલે કે 3300 મેગાહર્ટ્ઝથી 3600 મેગાહર્ટ્ઝની હરાજી કરવી જોઇએ.મોબાઇલ બ્રૉડબેન્ડની સ્પીડને વધુ વધારવા માટે IMT-2020 ઉદેશ્ય માટે એમએમ-વેવ રેન્જમા સ્પેક્ટ્રમની વહેંચણીમાં તેજી લાવવી જોઇએ.
5/6

TRAIએ આપી આ સલાહ- TRAIને સરકારે બ્રૉડબેન્ડ સર્વિસને ત્રણ કેટેગરીની સલાહ આપી છે. જેમાં મિનીમમ સ્પીડને 2 MBPS સુધી વધારવી, 50 થી 300 MBPSની ડાઉનલૉડ સ્પીડની ફાસ્ટ સર્વિસ અને 300 MBPSથી વધુની સુપર ફાસ્ટ સર્વિસ સામેલ છે.
6/6

એક યૂઝર મહિનામાં 13,462 MB ડેટાનો યૂઝ કરે છે. અત્યારે 512 KBPSની મિનીમમ ડાઉનલૉડ સ્પીડને બ્રૉડબેન્ડ કનેક્શન માનવામાં આવે છે.
Published at : 02 Sep 2021 12:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
