શોધખોળ કરો
China Corona Update: ચીનમાં કોરોના વિસ્ફોટ, હોસ્પિટલોમાં થયા મૃતદેહોના ઢગલા, જુઓ તસવીરો
China Corona: ચીનમાં સરકારે કોવિડ નિયમોમાં રાહત આપતા કોરોના વિસ્ફોટ થયો છે. રોઇટર્સ અનુસાર, બેઇજિંગમાં એક ડઝનથી વધુ સ્મશાનગૃહો પર લાઇનો લાગી છે.

ચીનમાં કોરોના વિસ્ફોટ થતાં હોસ્પિટલમાં મૃતદેહોના ઢગલા થયા છે.
1/8

એરિક ફિગેલ ડીંગના જણાવ્યા અનુસાર, બેઇજિંગમાં હોસ્પિટલો, ફ્યુનરલ પાર્લર અને સ્મશાનગૃહોનો સર્વે દર્શાવે છે કે મૃત્યુમાં તીવ્ર વધારો થવાથી અંતિમ સંસ્કાર વધી રહ્યા છે.
2/8

તેમણે દાવો કર્યો કે બેઇજિંગમાં શબઘરો ભરેલા છે. હોસ્પિટલોને રેફ્રિજરેટરની જરૂર છે. તેમનો દાવો છે કે બેઇજિંગમાં 2000 મૃતદેહોના અંતિમ સંસ્કાર થવાના બાકી છે.
3/8

હાલ ચીનની ઘણી હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલા થયા છે.
4/8

ચીનમાં હોસ્પિટલમાં મૃતહેદોને ઢાંકીને લોબીમાં કતારબદ્ધ રાખવામાં આવ્યા છે.
5/8

નિષ્ણાતોનો અંદાજ છે કે આગામી 90 દિવસમાં ચીનની 60 ટકાથી ઓછી વસ્તી અને વિશ્વની 10 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના છે. આના કારણે મૃત્યુની સંભાવના લાખોમાં હોઈ શકે છે.
6/8

ચીનમાં જગ્યાના અભાવે હોસ્પિટલો દ્વારા પણ જ્યાં જગ્યા મળે ત્યાં કોરોના દર્દીના મૃતદેહો મૂકી દેવામાં આવે છે.
7/8

ચીનમાં ઘણી હોસ્પિટલમાં એક રૂમમાં એક સાથે ત્રણથી ચાર દર્દી સારવાર લઈ રહ્યા હોવાના અહેવાલો અને તસવીરો સામે આવી છે.
8/8

આ તસવીર પરથી ભારતમાં બીજી લહેર વખતે સર્જાયેલી સ્થિતિની યાદો તાજી થઈ જાય છે.
Published at : 20 Dec 2022 12:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
સુરત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
