શોધખોળ કરો
MS Dhoni: SBI બાદ હવે આ હોસ્પિટલનો બ્રાંડ એમ્બેસેડર બન્યો ધોની, આ કંપનીઓનો પણ કરે છે પ્રચાર
દિગ્ગજ ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઘણી મોટી બ્રાન્ડ સાથે જોડાયેલા છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે.
એમ એસ ધોની
1/7

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરીને મોટી જાહેરાત કરી છે.
2/7

SBI બાદ હવે વધુ એક મોટી બ્રાન્ડે એમ ધોનીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે.
3/7

આ મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ છે. આની જાહેરાત કરતા હોસ્પિટલોએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે એમએસ ધોનીને આઇકોન તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં તે લોકોને આંખના રોગો વિશે પ્રોત્સાહિત કરી શકે છે.
4/7

આ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની JioMart એ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી હતી.
5/7

આ સિવાય વર્ષ 2023માં કેપ્ટન કૂલ અન્ય ઘણી કંપનીઓ સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલ છે.
6/7

જેમાં Oreo, India Cements, Dream11 અને Reebok જેવી ઘણી મોટી કંપનીઓના નામ સામેલ છે.
7/7

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
Published at : 08 Nov 2023 05:47 PM (IST)
આગળ જુઓ
Advertisement





















